વરતેજ પીએસઆઇ એચ.સી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન પો.કોન્સ.દિગ્વિજસિંહ ગોહીલ બાતમી મળેલ કે વરતેજથી નવાગામ તરફ એક મારૂતી અલ્ટો કાર નંબર જી.જે.૪.સી.જે.૫૦૧૬ નંબર વાળી ગાડી બીયર ની પેટીઓ લઇ પસાર થવાની હોય જેથી નવાગામ પાસે વોચ ગોઠવી અલ્ટો કાર પસાર થતા તેને રોકી ચેક કરતા કાર માંથી અલગ અલગ કંપની ના ૫૦૦ એમ.એલ માપ ના બીયર ટીન નંગ ૪૦૨ કી.રૂ.૪૦,૮૦૦/- તથા અલ્ટો કાર ની કી.રૂ.૫૦,૦૦૦/- તથા એક વીવો કંમ્પની નો મોબાઇલ કી.રૂ.૨૦૦૦/- ગણી કુલ કી.રૂ.૯૨,૮૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૧ દયાળભાઇ પોલાભાઇ ડાભી રહે.બોરતળાવ મફતનગર તથા મુકેશભાઇ રમેશભાઇ રાઠોડ તથા હીતેશભાઇ ઉફે કાળુ સુરેશભાઇ શીયાળ રેહ.બંન્ને નવાગામ વાળા ને પકડી ધોરણસર ગુનો રજી કરી તપાસ હાથ ધરેલ છે. આ કામગીરી મા પો.સબ.ઇન્સ એચ.સી.ચુડાસમાં ,એ.એસ.આઇ શીતલબેન.એમ.કળોતરા, પો.કોન્સ દિગ્વિજસિંહ સુરૂભા ગોહીલ, જયરાજસિંહ પી ગોહીલ, વિશ્વરાજસિંહ અનિરૂધ્ધસિહ વાઘેલા, રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહીલ જોડાયા હતા.