ધો.૧૨ સાયન્સમાં ભાવનગર જિલ્લાનું ૭૯.૯૬ ટકા પરિણામ

1166

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની પરિક્ષાનું પરીણામ આજે જાહેર કરાયું હતું. જેમાં રાજ્યનું ૭૧.૯૦ ટકા અને ભાવનગર જિલ્લાનું ૭૯.૯૬ ટકા પરિણામ આવ્યું હતું.

માર્ચ-૨૦૧૯ માં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૨ સાયન્સની પરિક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આતુરતા પૂર્વ રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. ધો.૧૨ સાયન્સમાં ગુજરાત રાજ્યનું પરિણામ ૭૧.૯૦ ટકા આવ્યું હતું. જ્યારે ભાવનગર જિલ્લાનું ૭૯.૯૬ ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ રાજકોટ કેન્દ્રનું ૮૪.૪૭ ટકા અને સૌથી ઓછું છોટાઉદેપુર કેન્દ્રનું ૨૯.૮૧ ટકા પરિણામ આવ્યું હતું. ધો.૧૨ સાયન્સનું પરિણામ આવતાની સાથે જ શહેર-જિલ્લાની શાળાઓંમાં પરિણામ લેવા વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. અને ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ભાવનગર જિલ્લામાં ધો.૧૨ સાયન્સ એ-૧ ગ્રેડ માત્ર ૭ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે એ-૨ ગ્રેડમાં ૧૭૨ વિદ્યાર્થી ઉતિર્ણ થયા હતા. ભાવનગરમાં મહુવા કેન્દ્રનું પરિણામ ૭૮.૧૦ ટકા, તળાજા કેન્દ્રનું ૮૬.૩૧ ટકા આવ્યું હતું. ભાવનગરમાં નોંધાયેલા ૩૯૪૧ પૈકી ૩૮૫૨ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપેલ. જે પૈકી ૩૦૮૦ ઉતિર્ણ થયા હતા.

Previous articleઅલ્ટો કારમાં લઇ જવાતા બીયરનાં જથ્થા સાથે ૩ શખ્સોને ઝડપી લેતી વરતેજ પોલીસ
Next articleઅક્ષય કુમાર દ્વારા પ્રેરિત ગૌતમ ગુલાટી