પાટનગરમાં વ્યસ્ત વીઆઈપી રોડના ફુુટપાથ પર લટાર

666
gandhi1912018-5.jpg

અત્યંત ધમધમતા ટ્રાફિક વાળા અને વીઆઈપી રોડ ચ-રોડ પર પીકઅપ અવર્સમાં વિધાનસભા સ્વર્ણિમ સંકુલ સામેના ફુટપાથ પર એક નાનું નીલગાયનું બચ્ચુ લટાર મારતું જોવા મળતાં જ ફોટોમાં ક્લિક કરવામાં આવ્યું હતું. 
વાહનો અને વ્યક્તિઓથી ધમધમતા રોડ પરના ફુટપાથ પર આ નાનકડો જીવ સામે કે નજીક વાહન આવે તો કુતુહલવશ ભડકીને ઉભું રહી જતું હતું. પરંતુ આખરે અડધા કી.મી. નો ફુટપાથ અને વીઆઈપી ગેટ સામેથી પસાર થઈ જાણે તેને વર્લ્ડ રેકોર્ડ કર્યો હોય તેમ પસાર થઈ ગયું હતું અને બાજુની ઝાડીઓમાં જઈ નિરાંતનો શ્વાસ લીધો હતો. નીલગાય ગાંધીનગરના વન વિભાગની ઝાડીઓમોં હવે મોટા પ્રમાણમાં જોવા મળે છે. 
કયાંક વસવાટમાં પણ હવે નિયમિત જતી નીલગાય જોવા મળે છે. તો કયાંક અચાનક રસ્તો ભુલી ડામર રોડ પર કે વીઆઈપી પાસ કઢાવવાની સચિવાલયની બારીએ પણ હવે તે જોવા મળે છે. રાજયના પાટનગરમાં પણ તે સુરક્ષિત જરૂર છે. 

Previous articleતક્ષશિલા દ્વારા વિક્ટોરીયા પાર્કમાં સફાઈ અભિયાન
Next articleગાંધીનગર મનપાનું ડ્રાફ્‌ટ બજેટ જાન્યુ. અંતમાં રજૂ થશે