વી.એસ. હોસ્પિટલમાં મહિલાના મૃતદેહની અદલા બદલી થઈ હતી. જેને લઈને પોલીસની એક ટીમ મિત્તલ જાદવના ગામે પહોંચી છે. મળતી માહિતી મુજબ વીએસ હોસ્પિટલે મિત્તલ જાદવના બદલે નસરીન બાનો નામની મહિલાનો મૃતદેહ મિત્તલના પરિવારોને આપ્યો હતો
આથી મૃતદેહ મળતા મિત્તલના પરિવારોએ મૃતદેહ જોયા વગર જ તેની દફનવિધિ કરી હતી. જો કે નસરીન બાનોના પરિવારને મૃતદેહ ખોટો હોવાની જાણ થતાં તેમણે ફજી હોસ્પિટલમાં જ હોબાળો મચાવ્યો હતો. અમદાવાદમાં વીએસ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી,વીએસ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી મહિલાનો મૃતદેહ ગુમ આથી પોલીસ મિત્તલ જાદવના ગામે પહોંચી છે. અને પરિવારની પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જે મૃતદેહની દફનવિધિ કરવામાં આવી છે. તે મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે.
વી.એસ.માં મૃતદેહની અદલ બદલ થવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.