નરેન્દ્ર મોદીએ દેશનાં વડાપ્રધાન બનતાની સાથે જ સ્વચ્છતા કેળવવા માટે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કર હતી અને દેશનાં તમામ રાજ્યોને સ્વચ્છતા એપ દ્વારા સાંકળી લેવામાં આવ્યા હતાં. આ એપમાં દેશનાં તમામ શહેરોને સર્વે કરવામાં આવ્યો હતો અને તેમને નંબર આપવામાં આવ્યા છે. જેમા આગળ આવવા માટે શહેરોની નગરપાલિકાઓએ ભોપાળું બોલાવી દીધું છે. જેમાં દાહોદ બાદ ગાંધીનગરનો સમાવેશ થાય છે.
ગઇ કાસે દિલ્હીની ટીમ દ્વારા દાહોદ શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમા દિલ્હીની ટીમને જાણવા મળ્યું હતું કે, સ્વચ્છતા રેટિંગમાં આગળ આવવા માટે દાહોદ શહેરની સ્વચ્છતા એપ પર જે તસવીરો પર મૂક્વામાં આવી છે તે દાહોદની નથી. તથા સ્વચ્છતા એપ પર મૂક્વામાં આવેલી તસવીરો નેટ ઉપરથી ડાઉનલોડ કરીને દાહોદના વિવિધ વિસ્તારોના નામે સ્વચ્છતા એપ ઉપર નાંખવામાં આવી હતી.જોકે, હવે દાહોદ બાદ ગાંધીનગરમાં પણ સ્વચ્છતા એપનું મોટૂં કૌભાંડ જોવા મળ્યુ છે અને ગાંધીનગરમાં પણ સ્વચ્છતા એપમાં મોટા ગોટાળા સામે આવ્યા છે. જેના કારણે સ્વચ્છતા એપનું સંચાલન કરતી સંસ્થા દ્વારા ઁસ્નાં ડ્રીમ પ્રજેક્ટને ધક્કો વાગ્યો છે. તમને જણાવી દઇએ કે, ગાંધીનગરની સ્વચ્છતા અભિયાન એપ પર જે તસવીરો પોસ્ટ કરવામા આવી છે તે ગાંધીનગર નથી અને આ તસવીરોને નરી આંખે જોતા સાફ સમજી શકાય છે કે તે ગાંધીનગરનાં નથી.