સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓએ ડીએસપી કચેરીની મુલાકાત લીધી

1375
gandhi1912018-2.jpg

ગાંધીનગર સેકટર – ૧૬ માં આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસને લગતા કાયદાઓ તેમજ તેમની ભૂમિકા સંદર્ભે વધુ જાણકારી મેળવવાના આશય સાથે ગાંધીનગર ડીએસપી કચેરીની મુલાકાત લીધી હતી. 
શિક્ષણના ભાગરૂપે યોજાયેલી આ મુલાકાતમાં ડીએસપી કચેરીમાં ચાલતી વિવિધ કામગીરી, સમાજમાં પોલીસની ભૂમિકા, કાયદાકીય સ્વરૂપની પોલીસ અને સમાજને લગતી કેટલીક માહિતી વગેરે જાત અનુભવે મેળવી હતી. આ અભ્યાસ ટુરમાં કોલેજના આચાર્ય દિલીપભાઈ મેવાડા તેમજ સ્ટાફ પણ જોડાઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. 

Previous articleદાહોદ બાદ ગાંધીનગર મનપાની સ્વચ્છતા એપ પણ શંકાના દાયરામાં
Next articleતમાકુ વપરાશનું પ્રમાણ ઘટયું હોવાનું સર્વેમાં બહાર આવ્યુ