દલિતોનો બહિષ્કારઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સમજાવટ છતાં ન થયું સમાધાન

750

કડી તાલુકાના લ્હોર ગામે કડી તાલુકાનાં દલિત પરિવારના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢ ગામના સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ બેઠક કરી હતી અને દલિત સમાજનો બહિષ્કાર કરી દલિત પરિવારોને અનાજ, કરીયાણુ, દૂધ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે અંગે દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો. આ મામલે અત્યાચારના ભોગ બનેલા પરિવારે અંતે પોલીસ મદદ માંગી બાવલુ પોલીસ મથકે સરપંચ સહિત પાંચ શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આજે આ અંગે ડે.સીએમ નીતિન પટેલ પણ સમાધાન કરવા પહોંચ્યા હતાં. તેમની કલાકોની સમજાવાટ બાદ પણ સમાધાન થયું નથી.

 

Previous articleવરઘોડાને કાઢવામાં દલિતોના બહિષ્કારની મડાગાંઠ યથાવત
Next articleબિહાર અંગે ચુકાદા બાદ હવે ગુજરાતના મામલા પર નજર