તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે વ્યક્તિનું આરોગ્ય શારીરિક અને મનથી તંદુરસ્ત હોવું અત્યંત અનિવાર્ય છે. ત્યારે પ્રવર્તમાન યુગમાં નાગરિકો-યુવાનોમાં તમાકુનું વ્યસન દૂર થાય તે માટે રાજ્ય સરકારની સાથે નાગરિકોએ પણ સહિયારા પ્રયાસો કરવા જોઇએ તેવુ રાજ્ય આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતુ.
આજે ગાંધીનગર ખાતે ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ય્છ્જી-૨ ૨૦૧૬-૧૭ અંગે યોજાયેલ વર્કશોપને ખુલ્લો મૂકતાં મંત્રી કાનાણીએ કહ્યું કે, રાજ્યમાં તમાકુનો ઉપયોગ ઘટે તે માટે રાજ્ય સરકાર અસરકારક પગલાં લઇ જ રહી છે જેના પરિણામે આજે રાજ્યમાં તમાકું વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ગુટખા પર પ્રતિબંધ મૂક્યો છે અને કાયદાકીય પગલાં પણ લેવાઇ રહ્યા છે ત્યારે શિક્ષણના માધ્યમ દ્વારા શિક્ષકો પણ યુવાનો-વિદ્યાર્થીઓને આ અંગે શિક્ષણ દ્વારા શિખવે તે જરૂરી છે. તેમણે ખેડૂતોને પણ તમાકુના પાકની જગ્યાએ અન્ય પાકનું વાવેતર કરી સામાજિક જવાબદારી દાખવવા અપીલ કરી હતી.
આરોગ્ય કમિશનર જયંતી રવિએ સેમીનારનો ઉદેશ સ્પષ્ટ કરતા કહ્યું કે, ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ય્છ્જી -૨ ના તારણો મુજબ ગુજરાતમાં તમાકુના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૯-૧૦માં કરવામાં આવેલ ય્છ્જી-૧ ના સર્વેમાં જે આંકડો ૨૯.૪ ટકા હતો જે વર્ષ ૨૦૧૬-૧૭માં કરવામાં આવેલ ય્છ્જી-૨ના સર્વેમાં ઘટીને ૨૫.૧ ટકા થયેલ છે. ધૂમ્રપાનનું પ્રમાણ ૨૧.૬ થી ઘટીને ૧૯.૨ ટકા થયેલ છે. જેમાં ર.૪ ટકાનો ઘટાડો થયેલ છે. જે પૈકી ૧૨.૮ ટકા પુખ્ત લોકો ગુટખાનું સેવન કરે છે, જ્યારે ૬.૪ ટકા બીડીનું સેવન કરે છે.
ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ય્છ્જી-૨ જે તમાકુના અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી પદ્ધતિનો સર્વે છે. જેમાં ૧૫ વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓમાં ૩૦ રાજ્યો અને ૨ યુનિયન ટેરીટરીમાં સર્વે હાથ ધરવામાં આવેલ હતો. ભારત સરકાર દ્વારા ઉર્ૐં, ઝ્રડ્ઢઝ્ર અને ્ટ્ઠંટ્ઠ ૈંહજંૈંેંીર્ ક ર્જીષ્ઠૈટ્ઠઙ્મ જીષ્ઠૈીહષ્ઠી ના ટેકનીકલ આસિસ્ટન્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેમાં આખા ભારતમાંથી કુલ ૭૪,૦૩૭ વ્યક્તિઓના ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી ગુજરાતમાં માહે ઓગસ્ટ-૨૦૧૬ થી ફેબ્રુઆરી-૨૦૧૭ દરમિયાન કુલ ૧,૩૪૬ પુરૂષો અને ૧,૩૮૫ સ્ત્રીઓના ઇન્ટરવ્યુ કરાયા હતાં ય્છ્જી-૨ મુજબ ૧૫ થી ૧૭ વર્ષની વયજુથના વ્યક્તિઓમાં તમાકુના વપરાશમાં ઘટાડો જોવામાં આવ્યો છે. તે મુજબ ય્છ્જી-૧માં જે ૬ ટકા હતો તે ય્છ્જી-૨માં ઘટીને ૩.૫ ટકા જોવા મળ્યો છે. તમાકુના વપરાશના શરૂઆતની ઉંમર સર્વે-૧માં ૧૮.૩ ટકા હતી તે સર્વે-રમાં ૧૮.૬ ટકા જોવા મળી છે. ગુજરાતના યુવાનો આગલા વર્ષોની સરખામણીએ તમાકુ નિયંત્રણના કાયદાના અમલ બાદ હવે મોટી ઉંમરે તમાકુનો વપરાશ શરૂ કરી રહ્યા છે.
ય્છ્જી-૨ના સર્વેના તારણો જણાવતાં રવિએ કહ્યું કે, ૪૮ ટકા ધુમ્રપાન કરનારાને ધુમ્રપાન છોડવા માટે જણાવવામાં આવ્યું હતું અને ૩૩.૪ ટકા તમાકુ ચાવનારાઓને આરોગ્ય કર્મચારી ઓ દ્વારા તમાકુની આદત છોડવા વિશે સમજણ આપવામાં આવી હતી.
રાજ્યમાં પરોક્ષ ધુમ્રપાનનું પ્રમાણ પણ ઘટ્યું છે. જાહેર સ્થળો પર પરોક્ષ ધૂમ્રપાન ૩૧.૭ થી ઘટીને ૧૯.૯ થયુ છે. જ્યારે ઘરોમાં પરોક્ષ ધુમ્રપાન ૫૭.૮ ટકાથી ઘટીને ૩૭.૯ ટકા થયેલ છે અને નોકરી /ધંધાના સ્થળોએ પરોક્ષ ધૂમ્રપાન ૩૨.૧૮ ટકા ઘટીને ૨૦.૯ ટકા થયું છે.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (દ્ગ્ઝ્રઁ) અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં તમાકુ વિરોધી કામગીરી સધન રીતે અમલવારીમાં છે અને આગામી સમયમાં આ કાર્યક્રમને ઝૂંબેશ સ્વરૂપે અમલમાં મુકવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ છે.
નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટર ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે, તમાકુના નિયંત્રણ માટે શિક્ષણ પોલીસ અને શ્રમ-રોજગાર વિભાગ મહત્વનો રોલ અદા કરી શકે છે. ગુજરાતમાં ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં તમાકુ પાકનું ઉત્પાદન ૯૦ ટકા છે. તે ઘટાડી ખેડૂતોને અન્ય પાકો તરફ વાળવા જોઇએ. દેશમાં ૫૯ ટકા માણસો તમાકુ અને ધુમ્રપાનના કારણે અને તમાકુના સેવનથી મોઢા-શ્વાસ નળી ફેફસાના કેન્સરમાં વધારો થયો છે. આ ઉપરાંત હ્રદયરોગ, દમ અને શ્વસનતંત્રની સમસ્યા સહિત હઠીલા રોગનું પ્રમાણ વધ્યું છે. આ સેમિનારમાં કેન્દ્ર સરકારના ડૉ. એલ.સ્વાતી ચરણ, પ્રો. ટી સુંદરરમણ, અશ્વિન દવે, સ્ટેટ ટોબેકો કંટ્રોલ પ્રોગામના અધિક નિયામક ડૉ. પરેશ દવેએ પ્રાસંગિક પ્રવચનોમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં રાજયના પ્રોગામ ઓફિસરો આરોગ્ય વિભાગના રીજીયન ડાયરેકટરો, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીઓ, મેડીકલ ઓફિસરો, પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીઓ સહિત માહિતી વિભાગના જિલ્લાના નાયબ માહિતી નિયામકો અને સામાજિક કાર્યક્રરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.