હવામાનમાં પલ્ટો : રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદ

921

મોર્નિંગ અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના કારણે હવામાનની સ્થિતિમાં ફેરફાર જોવા મળે છે. એકબાજુ હવામાન વિભાગ દ્વારા ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી ઉત્તર ગુજરાત માટે જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ચેતવણી જારી કરવામાં આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા ઉત્તર ગુજરાતમાં પડી શકે છે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ બદલાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ઘટી ગયું હતું. બીજી બાજુ રાજ્યના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદ પડ્યો હતો. જેમાં નવસારી, સાપુતારા, વલસાડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કચ્છમાં ધુળ ભરેલી આંધી ચાલી હતી. નવસારી, સાપુતારામાં વરસાદ તથા અન્યત્ર આંશિક વાદળછાયું વાતાવરણના લીધે તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે કેરીના પાકને નુકસાન થયું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના તમામ ભાગોમાં આજે પારો ૪૦થી નીચે પહોંચી ગયો હતો. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં.  હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. જોકે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દક્ષિણી રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ બની રહી છે. જેના પરિણામ સ્વરૂપે તેની સીધી અસર જોવા મળી શકે છે.

આગામી દિવસોમાં વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની ચેતવણી પણ જારી કરી છે. સાથે સાથે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની ચેતવણી પણ જારી થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ કરીને રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદ પડવાની પૂર્ણ શક્યતા રહેલી છે.

આજે આંશિક વાદળાછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો થયો હતો.

Previous articleરૂપાણી કચ્છમાં : દુકાળગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા
Next articleએ ફરી નહીં જ આવે….