સતત અને સખત મહેનતથી મેળવી સિધ્ધી : દિવ્યા ચૌહાણ

743

ગુંદરણા ગામમાં સામાન્ય શાક-બકાલાની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા ચૌહાણ લાલજીભાઈ માવજીભાઈની પુત્રી ચૌહાણ દિવ્યાબેને માર્ચ ર૦૧૯માં લેવાયેલ ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૯.૦પ પર્સેન્ટાઈલ મેળવી જ્ઞાનમંજરી સ્કુલ રાળગોનમાં પ્રતથમ નંબર પ્રાપ્ત કરેલ છે.

સતત ૧ર કલાકની મહેનત રંગ લાવીત ેવું જણાવતા દિવ્યાબહેને કહ્યું કે ધો-૧૧ સાયન્સની શરૂઆતથી જ શાળાનું માર્ગદર્શન તેમજ માતા-પિતાની પ્રેરણાથી હું આ પરિણામ પ્રાપ્ત કરી શકી છું. પરિવારમાં ત્રણ બહેનો છે. પિતા એકમાત્ર દુકાન ચલાવી એમને ભણાવે છે. તે પરિસ્થિતિ સમજીને મે અથાગ મહેનત ચાલુ રાખી સાથે સાથ બોર્ડના પ્રથમ  વિદ્યાર્થીમાં સ્થા નમળવાથી સરકાર તરફથી પણ દર વર્ષ ર૦,૦૦૦ જેવી શિષ્યવૃત્તિ સતત પ વર્ષ મળશે. જેથી અભ્યાસ ખર્ચમાં પણ રાહત મળશે. મારો સફળતાનું સંપુર્ણ શ્રેય મારી શાળા જ્ઞાનમંજરી સ્કુલ રાળગોન તથા મારા પરિવારજનોને આપું છું. મારી બીજી બે બહેનો પણ અભ્યાસમાં અવ્વલ છે. તેઓ પણ મારી સાથે વાંચનમાં સહકારથી ભાગીદાર બનેલ છે. તેઓ મારો સાથે વારાફરતી વાચીને મને સતત વાંચન કરાવતા તેથી તેમનો સહયોગ પણ મારી સફળતાનો આધારસ્તંભ ગણી શકાય હું ડોકટર બની સમાજની સેવા કરાશે ત્યારે જ મને સંતોષ થશે.

Previous articleજાફરાબાદની ૫ વર્ષની દીકરી બોલે છે તમામ સંસ્કૃત શ્લોક
Next article૧૦૦ લીટર દેશી દારૂ સાથે શખ્સને ઝડપી લેતી બોરતળાવ પોલીસ