અંધબધિર અને શિક્ષણ એક સાથે શક્ય છે : કાલ્પનિક માન્યતા કે વાસ્તવિકતા

768
guj1912018-4.jpg

સેન્સ ઈન્ડિયા  દ્વારા પુખ્ત વયના અંધ-બધિરોની  સ્વ વિકાસ, કામુકતા અંગેની સમજ અને સામાજીક અને લાગણીલક્ષી  જરૂરિયાતો અંગે તા.૧૫ થી ૧૮ જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં ૪ દિવસના રાષ્ટ્રિય તાલિમનું આયોજન કરી રહી છે. 
વિતેલાં ૨૦ વર્ષમાં, સેન્સ ઈન્ડિયા આંધ-બધિરતા ધરાવતા વ્યક્તિઓ, તેમનાં માત્‌-પિતા, શિક્ષકો વગેરેની  સાથે  મળીને તેમના ઘનિષ્ઠ વિકાસને પ્રોત્સાહન તથા સમાજના તે સક્રિય સભ્ય તરીકે પ્રદાન કરી શકે તે માટે સહાયરૂપ થવા   કામ કરી રહી છે. સેન્સ ઈન્ડિયા અંધ-બધિર યુવા  પુખ્તોની તાલિમ જરૂરિયાત પારખીને  તે બાબત હલ કરવા પ્રયાસ કરી રહી છે.  હાલમાં સંસ્થા ભારતનાં ૨૨ રાજ્યોમાં ૭૭,૫૦૦  અંધ-બધિર વ્યક્તિઓ સુધી પહોંચી રહી છે.
સંશોધનને આધારે સેન્સ ઈન્ડિયા  બે મુખ્ય વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે : સેન્સ ઈન્ડિયા દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ  અંધ-બધિરતા ધરાવતા વિદ્યાર્થીઓના સમાવેશી શિક્ષણ માટે અભ્યાસક્રમ અપનાવવા માટે  હેન્ડબુક  રજૂ કરી છે.  કોઈપણ શિક્ષણ પધ્ધતિમાં વૃધ્ધિની સુગમતા માટે અભ્યાસક્રમ એક મહત્વનું સાધન બની રહે છે, પરંતુ અભ્યાસક્રમ ઘણીવાર અંધ-બધિર બાળકોની જરૂરિયાતો પૂર્ણ કરી શકતું નથી. અંધ-બધિરો અપાતી માહિતીને પરંપરાગત રીતે એટલે કે જોઈને કે સાંભળીને ગ્રહણ કરી શકતાં નહીં હોવાથી શિક્ષકો અને માતા-પિતાઓ સામાન્ય શિક્ષણમાં,  શિક્ષણ સામગ્રી અને શિક્ષણની પધ્ધતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. 
આ જરૂરિયાત પારખીને સેન્સ ઈન્ડિયાએ કૈજિં ‘ૐટ્ઠહઙ્ઘર્હ્વરર્ હ ઝ્રેિિૈષ્ઠેઙ્મેદ્બ છઙ્ઘટ્ઠંટ્ઠર્ંૈહ ર્કિ ૈંહષ્ઠઙ્મેજૈદૃી ઈઙ્ઘેષ્ઠટ્ઠર્ંૈહર્ ક જીંેઙ્ઘીહંજ ુૈંર ડ્ઢીટ્ઠકહ્વઙ્મૈહઙ્ઘહીજજ’ બહાર પાડી છે, જે અંધ-બધિરતા ધરાવતા બાળકોની જરૂરિયાતો અને ક્ષમતા અનુસાર શિક્ષકોને વર્ગખંડના અભ્યાસક્રમને સાનુકૂળ બનાવવામાં અને ફેરફાર કરવામાં સહાય કરે છે.
સેન્સ ઈન્ડિયા માને છે કે સમાવેશી શિક્ષણ માટે ક્ષતિ ધરાવતા અને ક્ષતિ નહીં ધરાવતા બાળકો માટે એક સરખો અભ્યાસક્રમ હોવો જોઈએ, પરંતુ અભ્યાસ સામગ્રીમાં નાનકડા ફેરફાર થતાં, ભણતરના વાતાવરણમાં ફેરફાર થતાં તથા યોગ્ય ભણતરના અભિગમને કારણે ભણતરના સાધનો અપનાવવામાં તથા મૂલ્યાંકનમાં સુગમતા વગેરેના સવાલો ઉભા થાય છે. આ પુસ્તક શિક્ષકોને નિયમિત શાળાઓમાં અંધ-બધિરતા ધરાવતા બાળકોના શિક્ષણમાં અસરકારક રીત સહાય કરશે.
સેન્સ ઈન્ડિયાના સ્થાપક અને ડિરેક્ટર અખિલ  પૌલ જણાવે છે કે “આ પ્રકારે ફેરફાર કરાયેલા અભ્યાસક્રમ દ્વારા અમારો ઉદ્દેશ અંધ-બધિરતા ધરાવતા/ વિવિધ ઈન્દ્રિયોની ક્ષતિ ધરાવતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે. જેને કારણે તે ક્લાસમાં સમાન પ્રકારે સામેલગિરી દાખવી શકશે. આનાથી તેમનું ગૌરવ જળવાશે અને ભણવામાં વિશ્વાસનું નિર્માણ થશે.” 
અંધ-બધિર લોકો સ્વતંત્ર જીવન જીવી શકે તે માટેના પ્રયાસોના ભાગ તરીકે યોજાનારી ૪ દિવસની અંધ-બધિર પુખ્તો માટેની રાષ્ટ્રિય તાલિમમાં તેમની કામુક્તા, લાગણીલક્ષી અને સામાજીક જરૂરિયાતો વગેરે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અંદાજે ૨૯ જેટલા યુવા પુખ્તો આ બેઠકમાં તેમના સહયોગી અને પરિવારના સભ્ય સાથે હાજરી આપશે.

Previous articleતમાકુ વપરાશનું પ્રમાણ ઘટયું હોવાનું સર્વેમાં બહાર આવ્યુ
Next articleબરવાળા મહિલા PSIની સરાહનીય કામગીરીથી રાહત