જે.કે.સરવૈયા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે કોલેજ ખાતે બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે દરેક વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંમ સંચાલિત શિક્ષણનો કાર્યભાર સંભાળી પોતાની અવનવી જવાબદારી નિભાવી હતી.