સંસ્કૃતના શ્લોક બોલવા એ એક ધાર્મિક વ્યક્તિની ઓળખ છે સામાન્ય રીતે ધાર્મિક વિધિઓમાં સંસ્કૃત શ્લોકોનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે સવાર સાંજ પૂજા પાઠમાં સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે સંસ્કૃત શીખવા પાઠશાળામાં જવું પડતું હોય છે પણ અપવાદ રૂપ બાબત જાફરાબાદની પાંચ વર્ષની બાળકીમાં જોવા મળી હતી
જાફરાબાદમાં રહેતી ૫ વર્ષની બાળકી પૂર્વી યોગેશભાઈ પંડયા તમામ શ્લોક કડકડાટ બોલે છે ૐ ભૂર્ભવઃ સ્વાહ નો શ્લોક હોય કે સ્તૃતિનો શ્લોક હોય તમામ શ્લોક કંઠસ્થ છે અને એટલુંજ નહિ અસંખ્ય લોકો વચ્ચે માઈક માં પણ પોતાના શ્લોકો બોલી બધાને મંત્રબુદ્ધ કરી નાખે છે ત્યારે નાનકડી આ દીકરીની આ કલા ઉડીને આંખે વળગી રહી છે.