ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એચ.યાદવે પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ આર.કે.સોલંકી તથા ડી સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન સંજયભાઇ ચુડાસમાને બાતમી આધારે હકીકત મળેલ કે એક ઇસમ સફેદ કલરની ફોર વ્હીલ ટાટા ઇન્ડીકા વીસ્ટા ગાડી નં. જીજે ૦૩ જેઆર ૩૩૪૩ મા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો લઇને રીંગ રોડ તરફથી ખારશી વિસ્તારમા શીતળામાના મંદિરની બાજુમાથી જવાના રસ્તે પસાર થવાનો છે જે હકિકત આધારે વોચ ગોઠવી સદરહુ ફોર વ્હીલ પાસાર થતા તેને રોકી ચેક કરતા ફોર વ્હીલ માંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૬ સીલપેક બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. કુલ કી.રૂ.૧૮,૦૦૦/- તથા એક કાળા કલરનો સેમસંગ ડયુઓસ મોબાઇલ કિ.રૂ.૫૦૦/- તથા સફેદ કલરની ફોર વ્હીલ ટાટા ઇન્ડીકા વીસ્ટા ગાડી નં.જીજે ૦૩ જેઆર ૩૩૪૩ જેની કી.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૮,૫૦૦/-ના મુદામાલ કબ્જે લઇ મજકુર ફોર વ્હીલ ચાલક નાસી ગયેલ હોય મજકુરના વિરૂધધમા ધોરણસર ગુનો રજી કરી આગળ ની તપાસ હાથ ધરેલ છે.