ભાવનગર શહેરનાં ીસ્કોન મેગાસીટીમાં રહેતા અને સિહોર ખાતે લોખંડનાં સળીયા બનાવવાની ફેકટરી ધરાવતા પરપ્રાંતીય ઉદ્યોગપતિ સુરેન્દ્રકુમાર શર્માનું તથા તેનાં પત્ની આજે બપોરનાં સુમારે રાજસ્થાનનાં સિરોહી ગામ પાસે કારનાં સામસામાં અકસ્માતમાં મોત થયુ હતું.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અલંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને સિહોરમાં શાંતિ એન્ટ્રપ્રાઈઝ નામના સર્કલ કટીંગ તેમજ સળીયા બનાવવાની ફેકટરી ધરાવતા પરપ્રાંતીય ઉદ્યોગપતિ અને ભાવનગર શહેરના ઈસ્કોન મેગાસીટી નં.૨૫માં રહેતા સુરેન્દ્રકુમાર શર્મા તથા તેના પત્ની સુશીલાબેન શર્મા આજે બપોરના સુમારે પોેતાની કારમાં રાજસ્થાનના સિરોહી પાસેથી જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અકસ્માત થતા સુરેન્દ્રકુમાર શર્મા તથા તેના પત્ની ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ બન્ને મોત નિપજ્યા હતા. બનાવ અંગેની જાણ થતા ભાવનગરના તથા સિહોરના ઉદ્યોગપતીઓમાં અને વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યોે હતો.