વિક્ટર પ્રા. શાળાના શિષ્યવૃત્તિના ૩૦ લાખના કૌભાંડ અંગે દ્ગજીેંૈં દ્વારા આવેદન અપાયું

1307
guj1912018-3.jpg

રાજુલા તાલુકાના વિક્ટર ગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિ વર્ષ-ર૦૧૩-૧૪, ર૦૧૪-૧પ અને ર૦૧પ-૧૬ની રકમ વિદ્યાર્થીઓને ન ફાળવીને આશરે ૩૦ લાખ જેવી જંગી રકમનું કૌભાંડ થયાની આશંકા સાથે આજરોજ રાજુલા એનએસયુઆઈ ટીમ દ્વારા રાજુલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યું કે, રાજુલાના વિક્ટર ખાતે આવેલ પ્રા. શાળામાં તેમજ શાળા નીચે આવેલ અન્ય ૭ થી ૮ શાળામાં અભ્યાસ કરતા ગરીબ-મધ્યમ વર્ગના બાળકોને વર્ષ દરમિયાન સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિની આશરે ૩૦ લાખ જેવી મોટી રકમ વિદ્યાર્થીઓને ફાળવવામાં ન આવતા અંગે રજૂઆતો કરાતા આ રકમનું કૌભાંડ થઈને ચાઉ થઈ ગઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. આ અંગે વર્તમાન આચાર્ય દ્વારા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર પાઠવવામાં આવ્યો હતો તેમ પણ જણાવ્યું કે, પૂર્વ આચાર્ય દ્વારા નવા આચાર્યને દફતર તેમજ વહિવટી હિસાબ સોપાયેલ નથી તેમજ આ બાબતે શિક્ષણ શાળામાં ફરજ બજાવતા મણીબેન પાસે રજૂઆત કરાતા તેણે આ પ્રકરણ અમરેલી મુકામે અધિકારી મોકલાવેલ છે અને તપાસ શરૂ છે તેવું જણાવેલ છે. ર૦૧પથી આજદિન સુધી આ કૌભાંડ અંગે ન્યાયીક અને તટસ્થ તપાસ કરવામાં આવેલ નથી. આ અંગે માત્ર ગોકલગાયની ગતિએ ચાલી રહેલ. માત્ર આશ્વાસનરૂપી તપાસ યોગ્ય કરીને કસુરવાર સામે પગલા લેવાની અને બાકી રહેલ રકમ જલ્દીથી વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે તેવી માંગ સાથે રાજુલા એનએસયુઆઈના રવિભાઈ ધાખડા, કરણભાઈ કોટડીયા, રમેશભાઈ લાખણોત્રા, જિલ્લા કો.મંત્રી દિપકભાઈ ત્રિવેદી સહિતના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું.

Previous articleબરવાળા મહિલા PSIની સરાહનીય કામગીરીથી રાહત
Next articleકાતર ગામે વન્ય પ્રાણીઓના વસવાટ એવા ડુંગરાળ વિસ્તારમાં લાગેલી આગ