ભારત દેશમાં દિવસેને દિવસે રેપ જેવી ઘટનાઓ વધતી જઇ છે ત્યારે ગેંગરેપ પર આધારિત શોર્ટ ફિલ્મ ’કલેશ’નું શુટિંગ ટુક સમયમાં રાજકોમાં શરૂ થશે આ શોર્ટ ફિલ્મ બોલિવૂડ જર્નલિસ્ટ અને રાઇટર દિનેશ ઝાલા દ્વારા નિર્દેશિક તથા ભાવેશ જોશી નિર્માતા છે આ ફિલ્મની કહાની એક કોલ સેન્ટરમાં નૌકરી કરતી સંધ્યા નામની યુવતીની છે અને એ સવાલ ઉભો કરે છે કે રાત્રે યુવતીઓ કેટલી સુરક્ષિત છે અને જેમનું કારણ આજના યુવાનોની ખરાબ સંગતના કારણે નિર્દોષ યુવતીઓ પર ગેંગરેપ જેવી ઘટના બને છે આ શોર્ટ ફિલ્મ એવા રેપીસ્ટો માટેસીધો તમાચો છે આ ફિલ્મનું પહેલું પોસ્ટર નિર્દેશક દ્વારા લોંચ કરવામાં આવ્યું જેમાં મોડેલ નિકિતા ભીકતા નજરે ચડે છે આ ફિલ્મના શૂટિંગ બાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલોમાં મોકવામાં આવશે