બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને સૌથી વધુ લોકપ્રિય હસ્તીઓમાં સામેલ સની લિયોન પાસે હાલમાં કોિ મોટી હિન્દી ફિલ્મ મળી રહી નથી. તે હજુ સારી ફિલ્મ કરવા માટે આશાવાદી બનેલી છે. તેને હાલમાં આઇટમ સોંગ માટેની ઓફર જ કરવામા ંઆવી રહી છે. આઇટમ નંબર માટે નિર્માતા નિર્દેશકોની પ્રથમ પસંદ બની ચુકી છે. તે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં બલ્કે દક્ષિણ ભારતની ફિલ્મો પણ ઓફર મેળવી રહી છે. બંગાળી ફિલ્મમાં આઇટમ સોંગ કર્યા બાદ તેને અન્ય ભાષાની ફિલ્મની ઓફર મળી રહી છે. સની લિયોન બોલિવુડમાં પોતાની ઇનિગ્સને લઇને ભારે ખુશ છે. તે બંગાળી ફિલ્મ મામલા, હમલા અને ઝમેલામાં આઇટમ સોંગ કરી ચુકી છે. કિંગ ખાન સાથે રઇસ ફિલ્મ બાદ તેને સતત હોટ આઇટમ સોંગ મળી રહ્યા છે. વધુ એક આઇટમ સોંગ કરવા માટે જઇ રહી છે. બાદશાહોમાં તે ઇમરાન હાશ્મીની સાથે આઇટમ સોંગમાં દેખાઇ હતી. જેમાં કેટલાક બોલ્ડ સીન પણ જોવા મળ્યા હતા. આ આઇટમ સોંગની ચર્ચા પહેલાથી જ શરૂ થઇ ગઇ હતી. બાદશાહોમાં અજય દેવગન, ઇલિયાના અને ઇશા ગુપ્તાની ભૂમિકા હતી. શાહરૂખ ખાન અભિનિત રઇસ ફિલ્મના લૈલા આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી. આ ફિલ્મને સફળ કરવામાં આ ગીતની પણ ભૂમિકા રહી હતી. આ ગીત કર્યા બાદ સની લિયોન ભારે ચર્ચામાં આવી હતી. સની લિયોનને કેટલીક ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા માટેની ઓફર મળી રહી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે તે ટુંક સમયમાં જ વધુ એક આઇટમ સોંગમાં નજરે પડનાર છે. દક્ષિણ ભારતની ફિલ્મોમાં ભાગ્ય અજમાવવા ઇચ્છુક છે.