કનુભાઈ બારૈયા (ધારાસભ્ય, તળાજા) દ્વારા રણછોદાસજી હોસ્પિટલના સહયોગથી પીપરલા પ્રા. શાળા ખાતે, સમગ્ર તળાજા શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારની જનતાના લાભાર્થે વિનામુલ્યે પપમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન તા. ર૦-૧-૧૮, શનિવારે સવારે ૯-૦૦ થી ૧ર-૦૦ કલાક દરમ્યાન કરવામાં આવશે. આ કેમ્પમાં આંખના નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરી મોતીયાના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને વિનામુલ્યે રાજકોટ ખાતે સ્પેશ્યલ વાહન દ્વારા લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે. તેમજ દવા, ટીપા, ચશ્મા વિગેરે આપવામાં આવશે. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે કનુભાઈ બારૈયા દ્વારા તળાજા તાલુકાની સેવાભાવી જનતાને જણાવ્યું છે.