ડેવિડ વોર્નર આઈપીએલની હાલની સિઝનમાં એકમાત્ર બેટ્સમેન છે, જેણે ૬૦૦ રનનો આંકડો પાર કર્યો છે. કોઈપણ બેટ્સમેન આ આંકડાને પાર કરી શક્યો નથી. પંજાબ માટે રમનાર કેએલ રાહુલ (૫૯૩) તેની નજીક પહોંચી શક્યો. ધવન (૫૨૧) આ યાદીમાં ત્રીજા અને આંદ્રે રસેલ (૫૧૦) ચોથા અને ડી કોક (૫૦૦) પાંચમાં ક્રમે છે. આ સિવાય લીગમાં કોઈપણ બેટ્સમેન ૫૦૦ રન બનાવી શક્યો નથી. રાહુલ, ધવન, રસેલની ટીમો આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે. ડી કોકે હજુ એક મેચ રમવાની છે, જે બેટ્સમેનોની મેચ બાકી છે, તેમાં ડી કોક બાદ એમએસ ધોની (૪૧૪), વોર્નરની નજીક છે. સ્પષ્ટ છે કે ડી કોક અને ધોની ગમે તેટલા રન બનાવી લે પરંતુ વોર્નરને પાછળ છોડવો અશક્ય છે.
ઓરેન્જ કેપની જેમ પર્પલ કેપ પર પણ તમાની નજર છે. પર્પલ કેપ, સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરને આપવામાં આવે છે. આ કેપ માટે દક્ષિણ આફ્રિકાના બે બોવર કગિસો રબાડા અને ઇમરાન તાહિર વચ્ચે મુકાબલો છે. દિલ્હી માટે
રમનાર રબાડાએ ૧૨ મેચમાં ૨૫ વિકેટ ઝડપી છે. ઇમરાન તાહિર ૧૬ મેચોમાં ૨૪ વિકેટની સાથે બીજા ક્રમે છે. તેણે એક મેચ હજુ રમવાની છે. તેવામાં જો ઇમરાન તાહિર બે વિકેટ ઝડપે છે, તો તે રબાડાને પછાડી શકે છે.