ફિકસ-પે ના કર્મચારીઓ માટે રાહતના સમાચાર : કેસ હવે ચાલશે

809

ભારતના બંધારણની વિભાવના અનુસાર ‘સમાન કામ- સમાન વેતન’ના સિધ્ધાંતના અમલ મુદ્દે બિહાર હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રિમ કોર્ટે બિહાર સરકારની પિટિશનનો શુક્રવારે સ્વિકારી હતી. બે દિવસ પછી સુપ્રિમ કોર્ટમાં વેકેશન શરૂ થતુ હોવાથી આઠ વર્ષથી ન્યાયિક કાર્યવાહી માટે પેન્ડીંગ ગુજરાતના કેસમાં ૧લી જૂલાઈ પછી સુનવણી શરૂ થશે તેમ મનાય છે.

બિહાર સરકારે તદ્દન હંગામી ધોરણે ફિક્સવેતને રાજ્યની સેવામાં નિયુક્ત કરેલા શિક્ષકો સહિતના કર્મચારીઓને સમાન કામ સમાન વેતનના ધોરણે પગાર આપવા પટણા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. જેને બિહાર સરકારે સુપ્રિમમાં પડકાર્યો હતો.

વિવિધ રાજ્યોની એક સમાન સવર્સિ મેટરની સુનવણી દરમિયાન સુપ્રિમ બિહાર સરકારે આ કર્મચારીઓને મહેકમનો ભાગ નથી, ભરતી પ્રક્રિયાને અનુસર્યા વગર હંગામી અર્થાત કામચલાઉ હોવાથી કાયમી કર્મચારીને સમકક્ષ લાભને પાત્ર નથી. એ મતલબનો પક્ષ રજુ કર્યો હતો. જેને સુપ્રિમે સ્વિકાર્યો છે. આથી, હવે ગુજરાત સરકારની ફિક્સવેતન નીતિ સંદર્ભે સુનવણીની પ્રક્રિયામાં ઝડપથી આગળ વધે તેવી શક્યતા વધી છે.

સચિવાલય સ્થિત ટીમ ફિક્સ-પેના જણાવ્યા મુજબ સૈધ્ધાંતિક મુદ્દે ફિક્સ વેતન સંદર્ભે વિવિધ રાજ્યોના કેસો સુપ્રિમમાં એક સાથે ચાલી રહ્યા છે. બિહારના કેસની કોઈ અસર ગુજરાતના કેસને થશે નહી એ સ્વંય સ્પષ્ટ છે.

બિહાર સરકારે ફિક્સવેતનદારોને ફુલ પે સ્કેલ આપવાથી રાજ્યની તિજોરી ઉપર કરોડોનું ભારણ વધશે તેવી દલીલ કરી હતી. જો કે, સુપ્રિમ કોર્ટે આર્થિક ભારણ વધે એટલે સરકારને બંધારણના મુળ તત્વ વિરૂત્વ જવાની છુટ મળતી નથી એમ કહીને બિહાર સરકારનો ઉઘડો લીધો હતો. દાયકાઓથી પુરાંતવાળુ (નફો) બજેટ આપનાર ગુજરાત સરકાર પણ આવા એફિડેવિટ કર્યા છે !

Previous articleઉમિયા માતાજીનો ૧૬મો પાટોત્સવ ૧૭મીએ ઉજવાશે
Next articleદારૂ પકડવા ગયેલા PSIને બુટલેગરે કાર નીચે કચડ્‌યો