પત્રકાર ચિરાગ પટેલના બોડી પર થયો હતો પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ : પીએમ રિપોર્ટ

603

પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત મામલે પીએમ રિપોર્ટમાં નવો ખુલાસો થયો છે. ચિરાગ પટેલના શરીર પર પેટ્રોલ, ડીઝલ અથવા તો કેરોસિનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે સાથે તેની બોડી પર કાર્બન પાર્ટિકલના અવશેષ મળી આવતાં એજન્સીઓ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. તેમજ કાર્બન પાર્ટિકલના વધુ સાયન્ટિફિક પુરાવા પણ એકત્ર કરાશે.

અમદાવાદના નિકોલમાં રહેતા અને ખાનગી ન્યૂઝ ચેનલમાં કોપી એડિટર તરીકે કામ કરતા ચિરાગ પટેલના મોત મામલે પોલીસને હજુ કોઈ નક્કર કડી મળી નથી. આ કેસમાં નિકોલ પોલીસ અને ડીસીપી કક્ષાના અધિકારીએ પહેલેથી જ ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવાની થિયેરી ઉપર તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળેથી પોલીસને ચિરાગે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરી હોય એવા કોઈ પુરાવા મળ્યા ન હોવાછતાં પણ માત્ર આત્મહત્યાની દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસને કઠવાડા ટોલટેક્સના સીસીટીવી ફૂટેજ અને ચિલોડાનું લાસ્ટ લોકેશન મળ્યું હતું. જે અનેક સવાલો ઉભા કરે છે.

Previous articleવીએસ હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલીઃ સર્વન્ટની ભૂલના કારણે બનાવ બન્યો
Next articleહવામાન વિભાગની આગાહી છતાં ખેડૂતોનો પાક ખુલ્લામાં..!!