હાથના કર્યા હૈયે વાગેઃ આતંકવાદના એક્સપોર્ટર પાકિસ્તાનમાં ૨૬/૧૧ જેવો હુમલો

429

પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાં આતંકવાદી હુમલો થયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ સાંજે ચાર વાગ્યે અને પચાસ મિનિટે ગોળીબાદ શરૂ થયો છે. જોકે, હજુ સુધી આ ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ નથી. મોટા ભાગના લોકોને હોટલમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનો અહેવાલ છે.

ગ્વાદરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ પર્લ કોન્ટિનેન્ટલ ખાતે ગોળીબાર શરૂ થયો હતો. પોલીસે પાકિસ્તાની મીડિયાને આપેલા નિવેદન મુજબ હોટલમાં કોઈ પણ વિદેશી પ્રવાસી નથી. હાલમાં હોટલ ખાતે એન્ટિ ટેરરિઝમ ફોર્સ સ્થળ પર છે અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાનના ફ્રન્ટિયર કોર્પ્સે હોટલને કોર્ડન કરી લીધી છે અને કોઈ પણ વ્યક્તિને હોટલમાં પ્રવેશવા દેવામાં આવ્યા નથી.

Previous articleચૂંટણી બે વિચારધારા માટેની લડાઈ : રાહુલ ગાંધીનો દાવો
Next articleલાદેન કિલર અપાચે અટેક હેલિકોપ્ટર ભારતને મળ્યા