ઘોઘા તાબેના છાયા ગામની પ્રાથમિક શાળાને સરપંચ દ્વારા તાળાબંધી કરી ચાર દિવસ શિક્ષણકાર્ય બંધ કરાયું હતું. જે અંગે ટીડીઓ દ્વારા ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. બનાવનો કેસ આજરોજ ઘોઘા કોર્ટમાં ચાલી જતાં શિક્ષણકાર્ય બંધ કરાવવાના ગુન્હામાં સરપંચને ૧ માસની સાદી કેદ અને પ૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
તા.૯-૯-૧૧ના રોજ જગદિશભાઈ દાનાભાઈ ચૌહાણ (સરપંચ) છાયા ગામે આવેલ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દિન-૪ શિક્ષણ કાર્ય ચાલવા દીધેલ નહીં. તે અંગે મનુભાઈ મગનભાઈ પરમાર (ટીડીઓ)એ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી. જે કેસ ઘોઘા કોર્ટમાં ચાલી જતા આ કેસમાં એપીપી ખોખરની દલીલો તથા પુરાવાના આધારે ઘોઘા કોર્ટના મહેરબાન જજ નિરવ વ્યાસએ નોંધ્યું હતું કે, બાળકોનું શિક્ષણકાર્ય બંધ રખાવવું અને શાળાને તાળા મારી બાળકો તથા શિક્ષકોને કાઢી મુકવા એ જનધ્ય અપરાધ કહેવાય. આના આધારે આઈપીસી કલમ ૩૪૧ના આધારે જગદિશભાઈ દાનાભાઈ ચૌહાણને ૧ મહિનાની સાદી કેદ તથા રૂા.પ૦૦નો દંડ ફટકારેલ હતો.