પાલીતાણામાં મોટી પાણીયાળી કલસ્ટરમાં ઉત્તરાયણ ઉજવાઈ

813
bvn1912018-2.jpg

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કલસ્ટરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલ. જેમાં તમામ પેટા શાળા જેવી કે મોટી પાણીયાળી કે.વ. શાળા, ખોડીયારનગર વાડી, મોટી પાણીયાળી વાડી પ્રા. શાળા, માંડવડા ૧ પ્રા. શાળા, માંડવડા ર પ્રા. શાળા, અનિડા ડેમ પ્રા. શાળા, અનિડા ડેમ વાડી પ્રા. શાળા, લાખાવાડ પ્રા. શાળા તથા માયધાર પ્રા. શાળામાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલ. જેમાં અંદાજે તમામ શાળામાંથી ૧૪૦૦ જેટલા શાળાના બાળકો જોડાયેલ. જેમાં દરેક શાળાએ પોતાના અનુકુળતા મુજબ મમરાના લાડુ, શેરડી, પતંગ, તલચાકડીના લાડુ વગેરેની બાળકોને વહેંચણી કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી પાણીયાળી કલસ્ટરના તમામ પર શિક્ષક ભાઈ-બહેન પણ જોડાયેલ. જેથી તમામ બાળકોના ઉત્સાહમાં ખૂબ જ વધારો થયેલ. આ સમગ્ર કાર્યક્રમની સફળતાની બદલ સીઆરસી કો ચૌહાણ જયંતિભાઈ કે તથા કે.વ. શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા તમામ શાળાને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleશાળાને તાળાબંધી કરવાના ગુન્હામાં પૂર્વ સરપંચને એક માસની સાદી કેદ
Next articleજિ.પં.ની આધુનિકરણ શાખાઓનું લોકાપર્ણ