અમદાવાદ મીઠાખળી ખાતે આવેલી પાસપોર્ટ ઓફીસ ખાતે પાસપોર્ટની કામીગીરી માટે આવેલા અરજદારોએ ભારે વિરોધ નોધાવ્યો. શનિવારનાં રોજ પાસપોર્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ મેળાનુ આયોજન કરાયુ હતુ. જો કે ટેકનીકલ કારણોસર સર્વર ડાઉન થતા આજની કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી.એપોઈન્ટમેન્ટ સાથે દેશભરમાંથી અમદાવાદના મીઠાખળી ખાતેની પાસપોર્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ મેળવવા માટે આવેલા અંદાજીત ૭૫૦ જેટલા લોકોના હાલ બેહાલ થયા અને પાસપોર્ટ ઓફીસ તરફથી આગામી અઠવાડીયાની તારીખ આપી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકોનુ કહેવુ છે કે તેમને પાસપોર્ટ ઓફીસ તરફતી એપોઈન્ટમેન્ટ આપવામા આવી હતી.
જો કે સર્વર ડાઉન છે અને કામગીરી ઠપ્પ થઈ છે તેની કોઈ જાણ કરવામા આવી નથી. જો જાણ કરવામાં આવી હોત તો ધક્કો ન થાત. અપોઇમેન્ટ લઇને આવેલા અરજદારોને ધક્કો થયો હતો તથા ઓફિસ તરફથી નવી તારીખો અપાઇ છે. બીજી બાજુ કેટલીક જગ્યાએ અરજદારોએ રોષ ઠાલવ્યો કે એક તો ધક્કો થયો ને બીજી બાજુ ઓફિસરો દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો નહીં.