ગુરૂનાં આગામી એક વર્ષનાં પરિભ્રમણનો ધન તથા મકર રાશિ ધરાવતા જાતકો ઉપર પ્રભાવ

1000

ધનરાશિ (ભ-ધ-ફ) : આપની જ રાશિમાં પસાર થઇ રહેલા ગુરૂની પાંચમા (સંતાન) નવમા (ભાગ્ય) તથા સાતમા (લગ્નજીવન)ના સ્થાન ઉપર પડે છે. બૃહસ્પતિ મહારાજનું આ પરિભ્રમણ આપનાં માટે બધી રીતે શુભ સૂચક બની રહેશે. લાંબા સમયથી જે પ્રશ્નો અટવાયેલા-ગૂંચવાયેલા હશે તેમાં હવે ઉકેલ આવતાં રાહત-સંતોષ અનુભવાય હવે આપનાં જીવનમાં સ્થિરતા તતા ભાગ્ય પરિવર્તનનાં નવા મોડ ઉપસ્થિત થાય. સંતાન વર્ગનાં અભ્યાસ વિવાહ કે કારકિર્દી સંબંધિત કાર્યો સફળ થતાં તથા પોતાની જવાબદારીઓ પૂર્ણ થતાં હળવાશ આનંદનો અહેસાસ થશે. ધર્મ તત્વજ્ઞાન તથા ભક્તિ પ્રત્યેનો પોતાનો અભિગમ વધતાં વિશેષ ચિંતન – મનન – સત્સંગની નવી તકો પ્રાપ્ત થાય. જે દંપતિઓને સંતાન સુખમાં વિલંબ થયો હોય તેવા કિસ્સાઓમાં આ તબક્કો જરૂર આશાસ્પદ બની રહેવા સંભવ છે. સામાજિક – રાજકિય – ધાર્મિક ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓને યશ-સન્માનમાં વૃદ્ધિ થાય. દેશ પરદેશમાં કામકાજમાં પ્રગતિ થાય. દૂરનાં પ્રવાસનાં આયોજનમાં પણ સફળતા મળે. આ રાશિ ધરાવતી દુકાન – પેઢી કે ફેકટરી – કંપની કે ફર્મને વ્યાપારનાં અવરોધો દૂર થાય. તેમાં નવી કાર્યરચના તથા આયોજનમાં સફળતા વધે. વ્યવસાયનો વ્યાપ ઉત્તરોત્તર વધતો જાય. હરિફ-પ્રતિસ્પર્ધી- શત્રુવર્ગની પીછેહઠ થાય તથા તેમના ઉપર પોતાનું વર્ચસ્વ વધતું જાય. સાંસારિક જીવનમાં વિખવાદ કે અશાંતિ સર્જાતી હોય તેમનાં વાતાવરણમાં સાનુકૂળતા જનક સુધારો તથા સમાધાન સૂચવે છે. એ દિશામાં થઇ રહેવા પ્રયત્નો સફળતાને વરે. નાની મોટી બાબતો માટે વિશેષ અનુકુળતા પ્રાપ્ત કરવા નિયમિત ગુરૂવારનાં એકટાણા કે ઉપવાસ કરીને ઇષ્ટદેવ તથા કુળદેવીનાં નામની માલા કરવી હિતાવહ બની રહેશે.

મકર રાશિ (ખ-જ) : મકર રાશિ ધરાવતા જાતકો વર્તનનું સંજોગોમાં બારમાં વ્યવય સ્થાનમાં નોકરી – ધંધામાં કે શેરસટ્ટા જેવી બાબતોમાં વિશેષ સાહસ ન કરવા તથા જોખમ ન વ્હોરવા સલાહ છે. બારમાં વ્યય સ્થાનમાં પસાર થઇ રહેલ ધન રાશિનો ગુરૂ ચતુર્થ (ઘર-જમીન)  ષષ્ઠ(રોગ-શત્રુ) તથા અષ્ટમ(તંદુરસ્તી) સ્થાન પર દ્દષ્ટિ કરી રહ્યો છે. આવકનાં પ્રમાણમાં વિશેષ એવા આકસ્મિક અણધાર્યા ખર્ચાઓની પરંપરાઓ સર્જાય. જો કે અહિં ઘર-જમીન કે વાહનને સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવે. કોર્ટ કચેરીને લગતા કે પૈતૃક સંપત્તિનાં પ્રશ્નોનું પણ નિરાકરણ થતું જણાય. પોતે ધારેલા ધાર્મિક કાર્યો, લોકસેવાનાં કામકાજ કે કચેરીમાં શુભ માર્ગે ખર્ચ થાય. નવી જગ્યા કે કચેરીમાં શુભ માર્ગે ખર્ચ થાય. નવી જગ્યા મકાન, વાહન કે મિલ્કત વસાવવનાં યોગ થયાં છે. સંક્ષિપ્તમાં જોઇએ તો બારમાં સ્થાનમાં ગુરૂ મહારાજનું ભ્રમણ કંઇક અશાંતિ જનક તથા ચિંતામય વાતાવરણમાંથી પસાર કરાવ્યા પછી પરિણામે અલબત્ત લાંબા ગાળે જરૂર સફળતા પ્રાપ્ત કરાવશે. ગુપ્તવિઘ્ન સંતોષીઓ – શત્રુઓ – હરિફો – પ્રતિસ્પર્ધીઓ તથા ઇર્ષા અદેખાઇ કરનાર વર્ગનાં આપને પરાસ્ત કરવાનાં પ્રયત્નો છેવટે નાકામિયાબ નિવડવાનાં. આર્થિક રીતે અગવડતા ઉપસ્થિત થાય. પણ તેનાં કારણે મહત્વનાં કાર્યો અટકશે નહિં. પ્રવાસોનાં પ્રયાસોમાં સફળતા સાંપડશે. બહેનોને પારિવારિક કે માતૃપક્ષ બાબતની નાની મોટી માનસિક ચિંતા રહ્યા કરે. પતિ કે સંતાનવર્ગ બાબત વારંવાર મનમાં ગુપ્તચિંતા તથા વ્યગ્રતા-દહશત રહ્યા કરે. અશાંતિ તથા પ્રતિકૂળતાનાં આ પ્રકારનાં આવરણો પછી જો કે પરિણામે રાહત – સંતોષનું વાતાવરણ રહે. વિદેશ ગમનનાં ચાન્સ સારા હોવાથી તેને લગતા પ્રયત્નો સફળતાને વરે. આંખ તથા લીવર – આંતરડા બાબતની તકલીફોની ફરિયાદ રહ્યા કરે. વિદ્યાર્થી વર્ગ પોતાની મહેનત વધારવા અભ્યાસમાં વધારે કાળજી મહેનત તથા એકાગ્ર થવા સૂચન છે.

મૂંઝવતી અંગત સમસ્યાઓનાં સમાધાન માટે વાચક ભાઇ-બહેનો મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧ અગર તો મોે.નં.૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરી શકશે.

(ક્રમશઃ)

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleતળાજામાં સમૂહ લગ્નની તડામાર તૈયારી