કહેવાય છે કે “ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે. જ્યારે માતા તો પોતાના બાળકને માત્ર સુખ જ આપે છે.” દુખને એ પોતાના હૈયામાં સમંદરની માફક સમાવી લે છે. દરેક કલાકાર પોતાની કલાકૃતિ ને કંઈક નામ આપતો હોઈ છે પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયા માં નથી. જે બાળક ને જન્મ આપે છે તો પણ નામ પિતા નું આપે છે આમ તો ૩૬૫ દિવસ માંથી ભાગ્યેજ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોય કેમ કે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે અને પગલે મહિલા વગર ચાલતું નથી અને આ એક સત્ય હકીકત છે. દુનિયા નું ધડતર એક સ્ત્રી વગર અધૂરું છે. કેમકે ભગવાન ને પણ દુનિયા માં જન્મવા માટે એક “માં” ની જરૂરત પડે છે. તો આપણે માનવી તો ધણી દુરની વાત છે. દુનિયા ની એ તમામ નારી ને હજારો સલામ જેઓ દુનિયા નું ધડતર કરવામાં અમુલ્ય ફાળો આપી રહી છે.