વેરાવળની જમાલએ મુસ્તફા મસ્જિદમાં તાજેતરમાં મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓ માટે ધર્મનું જ્ઞાન જરૂરી હોય તે માટે એક ઇસ્લામીક કોર્ષનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મુસ્લીમ સમાજના બાળકોને કુરાન શરીફ, હદિશ સહિત ઇસ્લામીક કોર્ષનું ૧૨ દિવસ માટે માર્ગદર્શન યોજાયુ હતું. જેમાં આ તલસ્પર્શી માર્ગદર્શન બાદ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ભાગ લેનારા બાળકોને તેમજ વિજેતા બાળકોને એફ એમ ગૃપ દ્વારા ટ્રોફી, રોકડ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. સન્માન કાર્યક્રમમાં જીલ્લા મુસ્લીમ સમાજના પૂર્વ પ્રમુખ ફારૂકભાઇ મૌલાના, ફીશ મરચન્ટના પ્રમુખ રફીકભાઇ મૌલાના, આઇ.ડી.ચૌહાણના શિક્ષક અફઝલ સર,મુસ્તફા મસ્જીદના ઇમામ મૌલાના સરફરાઝ નુરી ,જમાલે મુસ્તફા મસ્જીદના ઇમામ હસન રજા સહીતના મહાનુભવો ઉપસ્થિત રહૃાા હતા.