ભાવેણા તેમજ ઇન્ડીયાનું ગૌરવ યોગ બેક બેંડિગ ક્વિને નામે ઓળખાતા હેતસ્વી કાર્તિક સોમાણીને ઇન્ડીયાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા છે.
યોગ ક્ષેત્રે ૫૮ ગોલ્ડ મેડલ તેમજ અનેક ખીતાબો મેળવનાર ભાવનગરના હેતસ્વી કાર્તિક સોમાણીને ઇન્ટરનેશનલ જોઇન્ટ સેક્રેટરી એન્ડ ટેકનીકલ કમીટી યોગ સ્પોર્ટસ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા તા.૨૭-૪-૧૯ના રોજ ૫ વર્ષ માટે ઇન્ડીયા લેવલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આમ યોગ બેક બેડીંગ ક્વીન હેતસ્વી સોમાણીએ યોગ ક્ષેત્રે ભારત દેશનું નામ વધુ ઉંચુ લઇ જવા તમામ કાબેલિયત કામે લગાડવાનો દ્દઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ અદ્દભૂત સપળતામાં માતા-પિતા, ગુરૂ, સાસુ-સસરા, તથા તેમના પતિ કાર્તિકનો ખુબ સહકાર મળ્યો છે. હેતસ્વીને તેની કોલેજ એલ.જી.કાકડીયા સરદાર પટેલ તરફથી સહકાર અને પ્રોત્સાહન મળ્યું છે. જેનો હેતસ્વીએ હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
યોગ કલ્ચર એસોસીએશન ઓફ ગુજરાતના ડાયરેકટર અને તેમના ગુરૂ ડા.આર.જે.જાડેજા તરફથી હેતસ્વીને ઘણું માર્ગદર્શન મળ્યું છે.