નાગેશ્રી ગામે તળાવનો પાળો તૂટી પાંચ ગામનૈે દરીયાના પાણીએ ખારાપાટ બનાવી દીધેલની પાંચ પાંચ વર્ષની રજુઆતને આજે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને કનુભાઇ વરૂએ રૂબરૂ રજુઆત કરેલ.
નાગેશ્રી ગામે આવેલ તળાવના પાળાને તોડી પાંચ ગામોમાં ઘુસી ગયેલા દરિયાના પાણીએ નાગેશ્રી, મીઠાપુર, બાળાની વાવ, ધોળાદ્રી સુધી ખારા પાણી જમીનના તળમાં પેસી જવાથી મહામૂલી લીલીનાઘેર ને બંજર બનાવી દીધા હોય આ બાબતે અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થઇ ન હોય અને ખૂદ ગુજરાત રાજ્યનો પાણી બાબતે જેની પાસે જ હવાલો હોય તેવા રાજ્યમંત્રી કુંવરજીભાઇ બાવળીયા જાફરાબાદ તાલુકાની મુલાકાતે પાણી બાબતે આવ્યા હોય ત્યારે જિલ્લા કિસાન મોર્ચાના ઉપપ્રમુખ કનુભાઇ વરૂએ કહેલ કે હિરાભાઇ સોલંકી, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઇ શિયાળની હાજરી હોય તો અમારે નાગેશ્રીના તૂટી ગયેલ તળાવનો પાળો રીપેર થાય અને જો તળાવ ઊંડુ ઉતારવાની કાર્યવાહી શરૂ થાય તો પાંચ પાંચ ગામની બની ગયેલ બંજર બની ગયેલ જમીન સુધરી જાય તો પાયમાલ થઇ ગયેલ ખેડૂતો પાછો ઉભો થાય તેમ છે તો આ બાબતે કનુભાઇ વરૂ એ રાજ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરેલ છે. આ તકે જિલ્લા પંચાયતના પુનાભાઇ ભીલ, મનુભાઇ વાજા નગરપાલિકા પ્રમુખ સ્થાનેથી સરમણભાઇ બારૈયા, મસરીભાઇ વઢેરા, કાનાભાઇ વાઘેલા સરપંચ લખમણભાઇ બાંભણીયા, ભલાણા સરપંચ છગનભાઇ ડાભી મીઠાપુર સરપંચ શાંતિભાઇ વરૂ સરપંચ ધોળાદ્રી, પ્રતાપભાઇ વરૂ બાળાની વાવ, સહિત સરપંચોની હાજરીમાં જાફરાબાદ તાલુકાના ગંભીર પ્રાણપ્રશ્નોના ઉકેલ માટેની કાર્યવાહી પાણી પૂરવઠા અધિકારીની હાજરીમાં હાથ ધરેલ છે.