શહેરના ખેડૂતવાસ, રૂવાપરી રોડ, પાટા પાસે આવેલા બહુચરાજી મંદિરના ૧૩માં પાટોત્સવની ઉજવણી નિમિત્તે આજે મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં યજમાન પરિવાર શાસ્ત્રોક્ત વિધી વિધાન સાતે આહુતી આપી. સાંજે શ્રીફળ હોમાયું હતું. ત્યારબાદ સત્યનારાયણ દેવની કથા તથા રાત્રીના ભવ્ય ડાક-ડમરૂં ડાયરો યોજવામાં આવ્યો હતો. સાંજે બટુકભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.