ફિલ્મ ચેહરેમાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક જાહેર

600

બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન તથા ઈમરાન હાશ્મી પહેલી જ વાર ફિલ્મ ’ચેહરે’માં સાથે કામ કરી રહ્યાં છે. ૧૦ મેથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. અમિતાભ બચ્ચને હાલમાં તેમનો લુક રીવિલ કર્યો હતો. બિગ બીએ ટિ્‌વટર પર ફિલ્મના એક સીનની તસવીર શૅર કરી હતી.

અમિતાભ બચ્ચન લાંબી સફેદ દાઢી તથા માથા પર ટોપી પહેરલાં જોવા મળ્યાં છે. આ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મને ’ગોડ તુસ્સી ગ્રેટ હો’, ’લાઈફ પાર્ટનર’ ફેમ ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરી રહ્યા છે જ્યારે આનંદ પંડિત આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. ફિલ્મ આવતા વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

ઈમરાન હાશ્મીએ ટિ્‌વટર પર એક ઈન્ટરેસ્ટિંગ વાત શૅર કરી હતી. ઈમરાને કહ્યું હતું, ’અજીબ સંયોગ, ગઈ કાલે મારો પહેલો સીન મિસ્ટર બચ્ચન સાથે હતો અને તેમની સાથે વાતચીત કરતાં ખ્યાલ આવ્યો કે ગઈ કાલે જ ’ઝંઝીર’ને ૪૬ વર્ષ પૂરા થયા હતાં. આ ફિલ્મમાં મારી દાદીએ અમિતાભ બચ્ચનની માતાની નાનકડી ભૂમિકા ભજવી હતી.

Previous articleઅદા ખાનની જન્મદિવસની યોજના!
Next articleમહિલા ટી૨૦ લીગ શાનદાર પરંતુ વધુ ટીમો હોવી જોઈએઃ હરમનપ્રીત કૌર