ઉત્તર ગુજરાતમાં વરઘોડો કાઢવાના મુદ્દે જ્ઞાતિવાદ ચરમસીમાં પહોંચી રહ્યો છે. હજુ તો લ્હોર ગામમાં દલિતોના વરઘોડા બાદ ઠાકોર સમાજે કરેલા બહિષ્કારની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ફરીથી એક વાર વરઘોડા મુદ્દે ઘર્ષણ થયું છે. સાબરકાંઠાના પ્રાતિજમાં આવેલા સીતવાડા ગામમાં કેટલાક લોકોએ વરઘોડો પાછો કાઢ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાના અહેવાલો બાદ સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ સાથે અજંપા ભરેલી સ્થિતિ છે. આ ઘટનાના અહેવાલોના પગલે પોલીસ સમગ્ર વિસ્તારમાં પ્રોટેક્શન સઘન કર્યુ છે. અનુસૂચિત જાતિના લોકો સામે વિરોધ થયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ચુસ્ત બંદોબસ્તની વચ્ચે વરઘોડો કઢાવ્યો હોવાના અહેવાલો છે. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં પોલીસે મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ સમગ્ર ગામમાં પેટ્રોલિંગ કર્યુ હતું. સીતવાડામાં ગામમાં જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે સીતવાડાના સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે તાત્કાલિક અસરથી પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. ડી. જે. સાથે નીકળેલો વરઘોડો પળવર સ્થગીત થયા બાદ પોલીસની હાજરીમાં જ ફરી નીકળ્યો હતો.