શહેરની કોઈપણ સરકારી કચેરીમાં સામાન્ય માણસે પ્રવેશકર્તા પુર્વે અધિકારીની મંજુરી લેવી અનિવાર્ય હોય છે. જો વિના રજાએ અંદર પ્રવેશ કરો તો આવી જ બને પરંતુ સંવેદનશીલ સરકારી કચેરીઓમાં શ્વાન (કુતરા) બે રોકટોક પ્રવેશી કર્મીઓ સાથે હળી-મળી જાય..! શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસમાં એક કુતરૂ અવાર-નવાર મુખ્ય ચેમ્બરમાં પ્રવેશી કર્મીઓ પાસે પોતાની જાત સંબંધી ફરજ નિષ્ઠા અદા કરે અને કર્મીઓ તેને વ્હાલ પણ કરે ત્યારે સવાલએ થાય છે કે શું કર્મીઓને મન માનવો કરતા વફાદાર કુતરાની વેલ્યુ વધુ હશે..!!