આતંકીઓને મારવા જતા પહેલા જવાન ચૂંટણીપંચની પરવાનગી લેવા જશે?ઃ મોદી

649

રવિવારના રોજ યુપીના કુશીનગરમાં એક ચૂંટણી રેલી દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે દલિતની દીકરી સાથે રાજસ્થાનના અલવરમાં ગેંગરેપ થયો પરંતુ તેના પર રાજકારણ કરનાર બહેનજી ચૂપ છે. તેમણે પોતાની જાતિના મુદ્દાને લઇ પણ એક વખત ફરીથી માયાવતી પર પ્રહારો કર્યા.

પીએમ એ ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હવે તમે મગરમચ્છના આંસુ વહાવો. જ્યારે તેમની સાથે ખોટું (ગેસ્ટ હાઉસ કાંડ) થયું તો આખા દેશની મહિલાઓને પીડા થઇ. શું તમને આ મામલા (અલવર ગેંગરેપ)માં પીડા નથી થતી. પીએમે કહ્યું કે જો હકીકતમાં દેશની દીકરીઓ પ્રત્યે ઇમાનદાર છો તો આજે જ તત્કાલ અસરથી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લેવું જોઇએ.અલવર ગેંગરેપના કેસને લઇ પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાંધ્યું. પીએમે કહ્યું કે આટલા સંવેદનશીલ મામલાને પણ રાજ્યની કોંગ્રેસ સરકાર છુપાવાની કોશિષ કરતી રહી. રાહુલ ગાંધી પર અપ્રત્યક્ષ રીતે પ્રહારો કરતાં બોલ્યા પીએમે કહ્યું કે નામદારના મોં પર પણ દુષ્કર્મીઓએ તાળા લગાવી દીધા છે.

આ લોકો આ કેસમાં કંઇપણ બોલી રહ્યાં નથી.

રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદના મુદ્દાને પીએમ મોદીએ ફરી એકવખત ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ નવું ભારત છે અને તે ઘરમાં ઘૂસીને મારે છે. પીએમે રવિવારની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હું અહીં આવી રહ્યો હતો તેની થોડીક વાર પહેલાં જ કાશ્મીરમાં કેટલાંક આતંકવાદીઓને આપણી સેના એ મારી નાંખ્યા. હવે કેટલાંક લોકોને એ પરેશાની છે કે આજે ચૂંટણી છે તો મોદી એ આતંકવાદીઓને કેમ માર્યા. અરે ભાઇ જ્યારે સરહદ પર દુશ્મન હથિયાર લઇને ઉભા છે તો શું આપણા જવાન ચૂંટણી પંચની મંજૂર માંગવા જાય કે તેને ગોળી મારું કે ના મારું.

જાતિના મુદ્દાને ફરી એકવખત ઉઠાવતા પીએમ એ માયાવતી પર પ્રહારો કર્યા. પીએમે કહ્યું કે આજે જે લોકો મારી જાતિનું સર્ટિફિકેટ માંગી રહ્યાં છે, તેઓ કાન ખોલીને સાંભળી લે, આમ તો હું અતિ પછાત જાતિમાં જન્મયો છું. પરંતુ વાસ્તવમાં મારી જીતિ એ છે જે દેશના ગરીબની જાતિ છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વિરોધીઓ માટે સત્તાનો અર્થ છે પોતાના ઘર ભરવા અને મારા માટે સત્તાનો મતલબ છે દેશની પ્રગતિ. આજે હું દેશનો પીએમ છું પણ મારા ખાતામાં કેટલા પૈસા છે તે આખો દેશ જાણે છે.

Previous articleગેંગ રેપ : ગહેલાત સરકારને ટેકો પાછો ખેંચી લેવાનો માયાને પડકાર
Next articleજુમલા જ ફેંકતા રહ્યા પાંચ વર્ષની સરકારમાં, વિચારતો હતો ક્લાઉડી છે હવામાન, રડારમાં નહીં આવુઃ કોંગ્રેસ