રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદથી ઉત્તેજના

707

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે પણ હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક અન્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ થયો હતો. હવામાનમાં એકાએક પલટો આવતા ધુળ ભરેલ આંધી પણ ચાલ હતી. જોકે, ગુજરાતમાં કેટલાક ભાગોમાં પારો ફરી વધી ગયો હતો. ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે ગાંધીનગરમાં થયો હતો. જ્યા પારો ૪૧.૪ સુધી પહોચી ગયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી, રાજકોટમાં ૪૧.૯ સુધી પારો પહોંચ્યો હતો. સુરેન્દ્રનગરમાં પારો ૪૧ ડિગ્રી રહ્યો હતો. અગામી બે ત્રણ દિવસ દરમિયાન પ્રદેશના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની સ્થિતિ જોવા મળી ન હતી. બપોરના ગાળામાં ગરમીનો અનુભવ લોકોએ વધારે કર્યો હતો. રાજ્યના કેટલાક ભાગોમાં આજે પારો ૪૧થી ઉપર રહ્યો હતો. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં.   હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ બદલાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન વધી ગયું હતું. હાલમાં નવસારી, સાપુતારા, વલસાડમાં વરસાદ થયો હતો. આ ઉપરાંત કચ્છમાં ધુળ ભરેલી આંધી ચાલી હતી. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થયો હતો. આજે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગઈકાલે શનિવારના દિવસે હવામાનમાં પલટો આવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગથી હિટવેવને લઈને કોઈપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી. હવામાન વિભાગના કહેવા મુજબ અગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં.

Previous articleભરૂચ : પાણી ચોરી કેસમાં પરેશ પટેલની ધરપકડ થઈ
Next articleજૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી સંપન્ન