તા.૧૩-૦૫-ર૦૧૯ થી ૧૯-૦૫-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય

1193

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહ આપણી રાશીમાંથી વુષભ રાશીમાં પ્રવેશ કરે છે. તેથી કાર્યભાર હળવા થશે પરાક્રમ સ્થાનમાં રાહુ મંગળ સ્વહસ્તે કરેલા કાર્યોથી લાભ આપશે. કુટુંબમાં નવી વ્યક્તિનો પ્રવેશ થશે. માત્ર વાણીવર્તનમાં નમ્રતા કેળવવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષની શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી સુર્ય ગ્રનો બંધનયોગ પુર્ણ થાય છે. તેથી આત્મ વિશ્વાસમાં વૃધ્ધી થશે. કાર્ય સફળતાના યોગ મળશે. તેમ છતા વધુ પડતી અપેક્ષા અને વાણીમાં ઉગ્રતાનો ત્યાગ કરવો જરૂરી બનશે. શનિગ્રહની પનોતીનો સમય ધીરજ ધરવાનું સુચવે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલ સાથે વિશ્વાસ કેળવવો જરૂરી છે.  ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહો જન્મના ચંદ્ર ઉપર રાહુ મંગળનો અશુભ અંગાર યોગ અને સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહનો બંધનયોગ મળે છે. તેથી આર્થીક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવું જરૂરી છે. મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવું. અને વાસ્તવિકતામાં જીવવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને નિતય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી રાહ મંગળનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેમ છતાં સપ્તાહના મધ્યભાગથી લાભ સ્થાનમાં સુર્યગ્રહ સ્થાન બળ પામે છે. તેથી જેટયલો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વૃધ્ધી કરશો તેટલી સફળતા મેળવશો. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રની નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે શુભફળ આપે છે. માત્ર જન્મનો ગુરૂ બળવાન હશે તો નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે. ન ધારેલી સફળતા મળવાના યોગ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી  શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને કર્મસ્થાનમાં રાહુ મંગળનો અંગાર યોગ વધુ મેહનતે થોડી સફળતા મળવાના યોગ આપે છે. તેમ છતાં સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહના બંધન યોગથી મુક્તિ મળે છે. તેથી કાર્યસફળતા જરૂર મળશે. માત્ર આપની અપેક્ષા વધુ હશે. મિલકત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ભાગ્ય સ્થાનમાં રાહુ મંગળનો અંગારયોગ નસીબનો સહકાર નથી મળતો તેથી વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. અને સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહનો બંધનયોગ પણ મળી રહ્યો છે. તેથી વધુ પડતો આત્મ વિશ્વાસ પણ નિરાશા આપે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી મુઝવણ વધી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જનમના ચંદ્ર ઉપર ગુરૂ અને સપ્તાહના મધ્યભાગથી ગુરૂ ઉપર સુર્યગ્રહની દ્રષ્ટિ મળશે. તેથી આત્મા અને જ્ઞાનની અનુભુતી મળશે. જે માનસીક શાંતિ જરૂર આપશે. માત્ર રાહુ મંગળનો અશુભ અંગારયોગ ભુતકાળનો અંત અને વર્તમાનમાં જીવવાનું સુચવે છે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શનિ કેતુ અને સામે રાહુ મંગળ ગ્રહની અશુભ દ્રષ્ટિ માનસિક પરિસ્થિતિ ડામાડોળ કરી શકે છે. તેમ છતાં સપતાહના મધ્યભાગથી સુર્યગ્રહ રોગશત્રુ સ્થાનમાં એક માસ માટે ભ્રમણ કરશે. જે આત્મવિશ્વાસ જાળવી રાખશે. કાર્ય સફળતા મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી સુર્ય ગ્રહનો બંધનયોગ પુર્ણ થાય છે. તેથી આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. અને કાર્ય સફળતાના યોગ પણ મળશ. ગામે તેવા રોગ શત્રું સામે વિજય મળશે. માત્ર શનિગ્રહની પનોતીનો સમય છે છે ધીરજ ધરવાનું સુચવે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિની અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી બુધ્ધી સ્થાનમાં રાહુ મંગળનો અંગાર યોગ અને સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહનો અશુભ બંધનયોગ આત્મવિશવાસમાં નિર્બળતા અને કાર્ય સફળતામાં નિરાશા આપી શકે છે. તેથી સંતોષીનર સદા સુખી તે વાકય યાદ રાખવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો, સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિતય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી સુખ સ્થાનમાં રાહુ મંગળનો અશુભ અંગાર યોગ ન ધારેલી સમસ્યાઓનું સર્જન આપી રહ્યો છે, તેમ છતાં સપ્તાહના મધ્યભાગથી પરાક્રમ સ્થાનમાં સુર્યગ્રહનું ભ્રમણ શુભ રહેશે. જે સ્વહસ્તે કરેલા કાર્યોથી લાભ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleઆરટીઇ, જિલ્લાની ૨૬૮ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫૫૬ વિદ્યાર્થીઓને પ્રવેશ
Next articleGPSC, PSI નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે