રાજુલા તાલુકાના જુની બારપટોળી સુપ્રસિદ્ધ પરમહંસ સન્યાસ આશ્રમે મહંત ઉર્જામૈયા દ્વારા આયોજીત ૫૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ મહોત્સવ તા.૧૮-૦૫-૧૯ ને શનિવારે ભવ્ય રીતે ઉજવાશે. શાસ્ત્રી કનુભાઇ રાજ્યગુરૂના ગગનભેદી વેદમંત્રો ધરા પાવન કરશે.
રાજુલા તાલુકાના જુની બારપટોળી ખાતે સુપ્રસિદ્ધ પરમહંસ સંન્યાસ આશ્રમે મહંત ઉર્જામૈયા દ્વારા આયોજીત ૫૧ કુંડી મારૂતિ મહાયજ્ઞનું આયોજન આગામી તા.૧૮-૦૫- ને શનિવારે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના શાસ્ત્રી કનુભાઇ રાજ્યગુરૂ દ્વારા વેદમંત્રોથી ગગનભેદી નાદોથી બાબરીયાવાડની પાવન ધરાની તમામ જનતાના સુખાકારી માટે આહ્વાન કરાશે. ૫૧ કુંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન લખનભાઇ છગનભાઇ કાતરીયા બારપટોળીવાળા લાભ લેશે તેમજ આ મારૂતિ મહાયત્રની મહાઆરતિનો લાભ ગણપતભાઇ (રાધેક્રિષ્ના કોટન) કનુભાઇ પટેલ વીજપડી, હરેશભાઇ જે.હડીયા શારદીકા, હસુભાઇ પી.મકવાણા તેમજ મારૂતિ મહાયજ્ઞ નિમિત્તે ભવ્ય સંતવાણી સંકેત નિમાવત ગ્રુપ અમદાવાદ દ્વારા યોજાશે. તેમજ મહંત ઉર્જાનંદજી તેમના ગુરૂ સ્વતંત્રાનંદજી બાપુની પ્રતિમાનું ગુરૂપૂજન કરાશે. આ એક દિવસીય મારૂતિ મહાયજ્ઞમાં સર્વો ધર્મપ્રેમી જનતાએ મારૂતિ મહાયજ્ઞનો લાભ લેવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.