રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે પીપાવાવ પોર્ટના આર્થિક સહયોગથી સુદર્શન નેત્રાલય અમરેલી તેમજ હોમીયોપેથીક, ડેન્ટલ સહિત વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પનું સુંદર આયોજન થયું જેમાં કુલ ૨૬૦ દર્દીઓએ લાભ લીધો જેમાં આંખના ૫૫ દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂર જણાતા તેમને વિનામૂલ્યે અમરેલી ખાતે લઇ જવા ઓપરેશન કરવું અને પરત રાજુલા લાવવા સેવા અપાઇ તેમજ જે દર્દીઓને આંખો અનુભવી ડોકટર સ્ટાફની તપાસથી આંખના ટીપા દવા સહિત અને જરૂર હોય તેવા દર્દીઓને રાહતભાવે ચશ્માનું વિતરણ પણ કરાયું તેમજ હોમીયોપેથીકના ૧૭૨ દર્દીઓને તપાસી જરૂરી આઠ દિવસથી ત્રણ મહિના સુધીનો કોર્સ વિનામૂલ્યે દવા સહિત તેમજ દાંતના ૧૫ દર્દીઓને વિનામૂલ્યે દવા સહિત આપવામાં આવી કેમ્પમાં સુદર્શન નેત્રાલયથી કિર્તિભાઇ ભટ્ટ અને અનુભવી નર્સ ડોકટર તેમજ રાજુલાના હોમીયોપેથીક અનુભવી ડા.જીંજાળા તેમજ ડાકટર નરેશભાઇ હડીયા સહિતે સુંદર સેવા બજાવેલ આ સેવાકીય યજ્ઞમાં ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી રમણીકભાઇ ગોરડીયા, સેક્રેટરી ભૂપતભાઇ જોશી તેમજ ગાયત્રી શક્તિપીઠના સેવાભાવી ભક્તોજનો દ્વારા તમામ દર્દીઓને તેમજ સર્વોને ગાયત્રીમાં ના મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયેલ હતું.