બહુમાળી ભવનમાં આવેલ શિક્ષણાધિકારી કચેરીમાં આગ

860

ભાવનગરના બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

ભાવનગરના બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આગ લાગી હોવાની જયસુભભાઇ નામના વ્યક્તિએ જાણ કરતાં ફાયર બ્રિગેડ કાફલો બહુમાળી ભવન દોડી ગયો હતો અને એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

આગના બનાવ અંગે ફાયર બ્રિગેડ ટીમના ઘનશ્યામસિંહ વાળાએ માહિતી આપી હતી. આગની આ ઘટનામાં કચેરીનું એસીના ઇલેકટ્રીક વાયરીંગ તથા દસ્તાવેજી કાગળના બંડલો સળગી ગયા હતા.

Previous articleરાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે વિનામૂલ્યે કેમ્પનું આયોજન : ૨૬૦ દર્દીઓએ લાભ લીધો
Next articleસંસ્કાર ભારતી દ્વારા યોજાયેલ સમર કેમ્પનો ગ્રાન્ડ ફીનાલે યોજાયો