શહેરના દક્ષિણામૂર્તિ બાલમંદિરના બાલ પમરાટ રંગમંચ પર સંસ્કાર ભારતી બાલકલા સાધક સમરકેમ્પના કલાકારોનો ગ્રાન્ડ ફીનાલેમાં કલાકારો એ પોતાની કલાની પ્રસ્તુતિ કરી હતી. દક્ષિણામૂર્તિ બાલમંદિર તથા અખિલ ભારતીય કલાસંસ્થા સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે શીખવવાના સમર કેમ્પમાં બાળ કલા સાધક કલાકારોએ લીધેલ વિવિધ કલા શિક્ષણના અંતે તેઓમાં રહેલ આંતરિક કલા શક્તિઓને બહાર લાવવાનો એક ભવ્ય રંગારંગ સ્ટેજ શો યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા ખાસ તૈયાર કરાયેલ શાસ્ત્રીય નૃત્ય, નાટક, યોગકલા, સ્કીટ, સુગમ અને રાષ્ટ્રભક્તિના ગીતો, શહેરના નામી કલાકારો સાથે બાળ કલાકારો દ્વારા રજુ કરાયા હતા. આ બાલસાધકોને પ્રોત્સાહિત કરવા બુધાભાઇ પટેલ, અલંગ વિકાસ બોર્ડના ચેરમેન ગીરીશભાઇ શાહ સહિતના મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.