listen 2 dil ગુજરાતી ફિલ્મનું જુનાગઢમાં મુર્હુત

857

સંસ્કાર ફીલ્મ્સના બેનરમાં ફિલ્મ listen 2 dil નું મુર્હુર્ત જુનાગઢ ખાતે થયું હતું. ફીલ્મનું શુટિંગ હાલ જુનાગઢ ખાતે જ કરવામાં આવશે અને જુનાગઢ આસપાસના રમણીય વિસ્તારો આ ફીલ્મમાં જોવા મળશે. સવારના આહ્લાદક વાતાવરણમાં શુટ શરૂ થતા જેમ જેમ જુનાગઢ શહેરમાં જાણ થઈ કે શહેરમાં ફીલ્મના કલાકારોનો કાફલો ઉતર્યો છે તેવા સમાચાર ફેલાતા શુટિંગ જોવા માટે લોકોની ભીડ એકથી થવા માંડી હતી. ફિલ્મના દિગ્દર્શક વિજય જલવાડીએ જણાવ્યું હતું કે, સંસ્કાર ફિલ્મ્સના બેનરમાં આ ફિલ્મ બની રહી છે. જે એક પ્રેમ કહાની પર આધારિત છે. અગાઉ ઘણી પ્રેમ કહાની પર હિન્દી અને ગુજરાતી ફિલ્મો બની જ છે. પરંતુ આ અમારી ફીલ્મમાં પ્રેમ કહાની એવી છે જેને બહુ ઓછી ફિલ્મો દ્વારા રજુ કરવામાં આવી છે. ફિલ્મમાં માતા-પિતાની ભુમિકા ભાવિની જાની અને દિનેશ પટેલ ભજવશે. જયારે મુખ્ય કલાકારોમાં ધવલ ગોસ્વામી, સુનીલ ગઢવી અને વિજય ડાભી છે. જયારે તેમને સાથ આપશે રવિરા ભાદ્વાજ, મુખી નિવેદિતા, નિશા ચંદ્રા અને  મંજીરી કોલી, આ ફિલ્મથી દિગ્દર્શક  વિજય જલવાડી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ત્રણ નવી અભિનેત્રીઓ આપશે. ઉપરાંત આ ફીલ્મથી ગુજરાતી ફિલ્મોના ગજજર નિલેશ પણ રૂપેરી પડદે પર્દાપણ કરી રહ્યા છે. અન્ય કલાકારોમાં કણજરીયા અને આર.કે.શીલુ પણ હશે. ફિલ્મના નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં કંડારાશે.  ફિલ્મમાં પી.આર.ઓ. જાણીતા પત્રકાર હર્ષદ કંડોલિયા છે. અગાઉ ઘણી ફિલ્મો બનાવ ચુકેલા વિજય દલવાડીએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર્સ સાથે કામ કર્યુ છે. અને અગાઉ પણ પોતાના હોમ પ્રોડકશનમાં ફીલ્મો બનાવી ચુકેલા છે. જેમની આ ફીલ્મ પણ તેઓ પોતાના હોમ પ્રોડકશન સંસ્કાર ફિલ્મસના બનેરમાં જ બનાવી રહ્યા છે. છેલ્લે તેઓએ ફિલ્મ કાળજે કોરાણી મારી સાજણાનું દિગ્દર્શન કર્યું હતું. હવે તેઓ એક નવા જ વિષય સાથે શહેરી કથાવસ્તુ ધરાવતી ફીલ્મ listen 2 dil બનાવવા જઈ રહ્યા

Previous articleસ્ટાર અભિનેત્રી કેટરીના કેફ ફરી સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં
Next articleબુમરાહ આજના સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલરઃ સચિન તેંદુલકર