બુમરાહે ચેન્નઈ સુપર કિંસ્ગની સાથે રવિવારે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલ મેચમાં ચાર ઓવરમાં ૧૪ રન આપીને ૨ વિકેટ હાસિલ કરી હતી. મુંબઈ દ્વારા આપવામાં આવેલા ૧૫૦ રનના લક્ષ્યનો પીછો કરતા સુપર કિંગ્સ એક રનથી હારી ગઈ હતી.
મેચ બાદ મુંબઈના જ ખેલાડી યુવરાજ સિંહે સચિનનું ઈન્ટરવ્યૂ લીધું, જેમાં સચિને બુમરાહની ખૂબ પ્રશંસા કરી અને તેને આજના સમયનો શાનદાર બોલર ગણાવ્યો હતો. સચિને કહ્યું, ’બુમરાજ આજની તારીખે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે.’ આશા છે કે હજુ તેનું શ્રેષ્ઠ આવવાનું બાકી છે.
૨૫ વર્ષીય બુમરાહે મેચ બાદ કહ્યું, ’આ ફાઇનલ હતો અને અમે જાણતા હતા કે મુકાબલામાં ટક્કર થશે. અમારે મુંબઈ માટે ટાઇટલ જીતવાનું હતું કારણ કે આ ખાસ ક્ષણ હતી. તેથી અમે સંયમ જાળવ્યો. હું પણ શાંત હતો. હું ટીમની સફળતામાં યોગદાન આપવા ઈચ્છતો હતો અને તેથી જાતને વિચારશૂન્ય ન થવા દીધી.’