પ્રેશરવાળી ગેમમાં મુંબઈએ ધીરજથી કામ લીધું : મોહમ્મદ કૈફ

717

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૧૯ના ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવીને ચોથીવાર કપ પોતાના નામે કરી લીધો છે. આ જીત બાદથી સોશિયલ મીડિયા પર મુંબઈને શુભેચ્છા આપનારની લાઇન લાગેલી છે. મુંબઈની રમતના પ્રશંસા કરનારમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, મોહમ્મદ કેફ જેવા પૂર્વ ક્રિકેટરો પણ સામેલ છે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટર સચિન તેંડુલકરે લખ્યું, રોમાંચક સિઝન પૂરી કરવાની શાનદાર રીત. અશ્વિવસનીય વ્યક્તિગત પ્રદર્શનોની મદદથી આ ટીમના ટીમવર્કની ચમક ફીકી ન થવા દીધી. તો વીવીએસ લક્ષ્મણે લખ્યું, રેકોર્ડ ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સને શુભકામનાઓ. ક્રિકેટનો શાનદાર મુકાબલો અને ફાઇનલ.

વિસ્ફોટક બેટ્‌સમેન વીરૂએ ટ્‌વીટર પર લખ્યું, કેટલી સારી ફાઇનલ. સારી ટૂર્નામેન્ટ. બેડ લક ચેન્નઈ. શુભેચ્છા મુંબઈ. તો કેફ બોલ્યો, પ્રેશરવાળી ગેમમાં મુંબઈએ ધીરજથી કામ લીધું. બોલ પર ડિ કોક દ્વારા બાયના ૪ રન જવા પર જે રીતે બુમરાહનો હાવ-ભાવ તેની પરિપક્વતા અને ધીરજ દર્શાવે છે. રોહિતે પણ પ્રેશરમાં સારી આગેવાની કરી. ચેન્નઈએ સારો પ્રયત્ન કર્યો પરંતુ ચોથી વખત ટાઇટલ જીતવા માટે મુંબઈને શુભેચ્છા.

માઇકલ વોને લખ્યું કે આઈપીએલ હંમેશા નાટકથી ભરપૂર હોય છે. અંતિમ થોડી ઓવરમાં બધું હતું. કેચ છૂટ્યા. મેદાન પર ફોકટ તૂટ્યું. શાનદાર સ્ટ્રોક્સ લાગ્યા, રન આઉટ અને શાનદાર બોલિંગ.

જોન્ટી રોડ્‌સે લખ્યું કે વાહ માલી, શાનદાર પ્રદર્શન. હવે મારે મારા શ્વાસને કાબુમાં કરવા માટે બીયર પીવી પડશે. છેલ્લી દસ મિનિટથી હોટલમાં હું કુદી રહ્યો હતો. શું મેચ હતો. આઈપીએલને કોઈ પ્રેમ કેમ ન કરે.

Previous articleIPL ૨૦૧૯ઃ આ સિઝનમાં ચમકેલા ૫ નવા સિતારા
Next articleઓઢવમાં AMC અને પોલીસની ટીમ પર હુમલો કરનારની અટકાયત