ભાવનગર જિલ્લાના મહુવા ખાતે શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક વિજેતા અંગેનો કાર્યક્રમ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો. આવા સન્માનિય અને સુંદર કાર્યક્રમમાં ગુજરાત રાજયમાંથી ૧૧ શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિક ઇનામ વિજેતા રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં તથા પુજય મોરારી બાપુ અને સીતારામ બાપુની ઉપસ્થિતીમાં સન્માન કરવામાં આવ્યુ હતું.
મહુવા ખાતેના શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક વિજેતા અંગેના કાર્યક્રમ દરમ્યાન રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યુ હતું કે, મારા પરિવારના નિવૃત થતા શિક્ષકોનું નિવૃતિ બાદ સૌનું સ્વાસ્થય સારૂ રહે એવી પ્રાથના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વઘુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતું કે, મારા પરિવારના શિક્ષકો માટે સરકારની મર્યાદામાં રહીને જે કાંઇ થતું હશે તે કરવા હું સૌ મારા શિક્ષક ભાઇઓને ખાત્રી આપુ છું.
પુજય મોરારીબાપુએ જણાવ્યુ હતું કે, હું જયારે શિક્ષક હતો ત્યારથી આજદિન સુઘી બોલતો જ રહયો છું. અને સતસંગ મારો ચાલુ જ હોય છે. મારામાં મારાપણું, આપણામાં આપણાપણું, રાષ્ટ્રમાં રાષ્ટ્રપણું અને શિક્ષકમાં શિક્ષણપણું જો હોયતો શુ ન થઇ શકે. મોરારીબાપુએ ચિત્રકૂટ એવોર્ડની રકમ રૂપિયા ૨૧ હજાર થી વધારીને રૂપિયા ૨૫ હજાર કરવાની આ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી જેને સૌ ઉપસ્થિત મહાનુભાવો તથા પ્રજાજનો અને શિક્ષકગણે વઘાવી લીઘી હતી.
પુજય સીતારામ બાપુએ આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સૌ શ્રેષ્ઠ શિક્ષક ભાઇઓને ખુબ જ અભિનંદન સાથે આશીષ વચન આપ્યા હતા.