પાલિકાના ૩૯ વૃક્ષોની હત્યા કરવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓની રેલી

565

મહેસાણાના બિલાડીબાગ સામે હેલ્થ સેન્ટર અને સ્વિમિંગ પુલ બનાવવા ૩૯ વૃક્ષો કાપી નાખવાના પાલિકાના નિર્ણયના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં ઉતર્યા છે. ગત શુક્રવાર અને આજે સોમવારે પણ પર્યાવરણની વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ વિકાસના નામે ઘટાદાર વૃક્ષોનું નિંકદન કાઢવાનું બંધ કરો કહી રહી છે જ્યારે બે વખત પર્યાવરણ પ્રેમીની વાત બહેરા કાને પોહચી નથી અને ૫૦ થી ૭૦ વર્ષ જૂના વૃક્ષોનું કટિંગ અટકાવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી વૃક્ષ પ્રેમીઓ એ ઉચ્ચારી છે.

પાલિકા વિકાસ કરવામાં આવશે અને પકૃતિ પ્રેમીને ખરા અર્થમાં સેવા કરવી હોય તો પાલિકા જમીન આપી રહી છે તેમાં વૃક્ષઓ ઉછેરો તેમ કહી ને વૃક્ષ પ્રેમી પર પ્રહાર કરી રહી છે. બિલાડીબાગ પાસે સર્વે નં. ૫૧૫૪, ૫૧૫૫માં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ બનવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. જેમાં નડતર રૂપ ૩૯ વૃક્ષઓનું નિકંદન કરવા માટે પાલિકાએ જાહેર હરાજી માટે ટેન્ડર પણ આપી દીધું છે જે જોતા હાલમાં મામલો ચર્ચામાં આવ્યો છે કારણ કે વૃક્ષ પ્રેમી આ વૃક્ષને નિકંદન કરવા દેવા માગતા નથી.આ પહેલા પણ જિલ્લા કલેકટર સહિત પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી હતી. અને આ વૃક્ષ ન કાપીને વિકાસ કરવામાં આવે તેમ પર્યાવરણ પ્રેમીઓ એ આજે તોરણવાળી માતાના ચોકથી રેલી યોજીને જિલ્લા કલેકટરને આવેદન આપવા તજવીજ કરી હતી જ્યારે જિલ્લા કલેકટર સહિત તંત્ર આ સમગ્ર મામલે કોઈ નક્કર પગલાં લીધા ન હતા અને પાલિકાએ તે ૩૯ વૃક્ષઓ કાપવાનું મન બનાવી લીધું છે. પાલિકા વૃક્ષો કાપવાના નિર્ણય પર આવી ગઈ છે અને તેની જાહેર હરાજી કરી વૃક્ષ કાપવાની તજવીજ કરી ચુકી છે. જેથી ચિંતીત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત અને મહેસાણા પ્રકૃતિ મંડળ સહિત સીતારામ મિત્ર મંડળ, ગૌરક્ષાદળ, એબીવીપી, આર્યાવ્રત નિર્માણ પાટણ તેમજ પર્યાવરણપ્રેમી શહેરીજનો એ આજે ભેગા મળીને તોરણવાળી માતાના ચોક ખાતે એકત્ર થઇને કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં વૃક્ષો બચાવો, મહેસાણા બચાવો, વૃક્ષોની હત્યા બંધ કરો, વિકાસના નામે પ્રકૃતિનું નિકંદન બંધ કરોના પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

Previous articleઓઢવમાં AMC અને પોલીસની ટીમ પર હુમલો કરનારની અટકાયત
Next articleરાપર નજીક નર્મદા કેનાલનો પુલ ધરાશાયી , ૪થી વધુ લોકો ઈજાગ્રસ્ત