બાળકોની મલ્ટી સ્પેશાલિટી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ

649

અમદાવાદનાં પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ બાળકોની હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી હતી. જેમાં ૪ ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે.

મળતી માહિતી પ્રમાણે આ ભીષણ આગ હોસ્પિટલની કેન્ટિનમાં ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગી હતી.જોકે હાલ તમામ બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટના સ્ટાફે નીચે આવેલી દુકાનમાં બાળકોને રાખી સારવાર આપી હતી. તમામ બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ, સારવાર લઈ રહેલા બાળકોને અન્ય હોસ્પિટલમાં તાત્કાલિક લેવલે ખસેડાયા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

હોસ્પિટલના ધાબા પર આવેલ ફાઈબરનો શેડ સળગ્યો હતો, તે સિવાય અન્ય કોઈ જગ્યાએ આગ લાગી ન હતી. આ જગ્યાએ હોસ્પિટલના કર્મચારી ઓ માટે કાફેટેરીયા બનાવવામાં આવ્યો હતો. જ્યાં આગનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બૂઝવી હતી. આગને પગલે બિલ્ડીંગના ઉપરના ભાગમાં આગ લાગતા આકાશમાં ધુમાડના ગોટેગોટા જોવા મળ્યા હતા.

Previous articleદલીત મામલો : આખરે ૧૭ કી.મી. જાન પોલીસ બંદોબસ્તમાં કાઢવામાં આવી
Next articleક્વોલીટી માર્ક એવોર્ડસ માટે નોંધણી પ્રક્રિયા થઇ શરૂ