ભાવનગર જિલ્લા પંચાયત ર૦૧૮-૧૯ના વર્ષનું રૂા.રપ૧૪.૦૦ લાખના પુરાંત દર્શાવતુ બજેટ ભાજપ વિપક્ષના વોક આઉટ પછી કોંગ્રેસના સભ્યોની બહુમતિવાળા શાસને બહુમતિથી પસાર કરી દિધુ હતુ.
જિલ્લા પંચાયત પ્રમખુ સંજયસિંહ સરવૈયાના અધ્યક્ષ પદે મળેલ સામાન્ય સભા બજેટ બેઠકની શરૂઆતમાં ભાજપના નેતા આર.સી.મકવાણા અને ભરતભાઈ હડીયાએ બજેટ સામે કેટલાંક મુદ્દાઓ ઉપસ્થિત કરી બજેટ અંગે અમને વિશ્વાસમાં લીધા નથી બજેટ કોપીઓ મોડી મળી છે અમે અભ્યાસ કરી શકયા નથી અને લોકાપર્ણ કાર્યક્રમ માટે પણ અમને પુછયુ નથી. પ્રમુખે આવી નિતિ અખત્યાર કરી ભુલ કરી છે માટે પહેલા લોકાપર્ણ કાર્યક્રમ બંધ રાખો તોજ અમે બજેટ બેઠકમાં હાજરી આપીએ નહીતર અમે વોક આઉટ કરી જશુ પ્રમુખ સરવૈયાએ વિપક્ષની આવી માંગનો સામનો કરતા કહયુ હતુ કે લોકાપર્ણ કાર્યક્રમ કોઈ સંજોગોમાં બંધ રહેશે નહી વિરોધ વ્યાજબી નથી વિરોધ મજબુત કરો.
પ્રમુખે આવી દ્યોષણા કરતાની સાથેજ ભરતભાઈ હડીયા અને આર.સી.મકવાણા ઉભા થઈ બજેટ કાગળો ફાડી સભા ગ્રહમાં ઉડાડી અમે સહમત નથી તેવો આક્રોસ વ્યકત કરી સભાગૃહ છોડીને ચાલ્યા ગયા હતા, ભાજપના સભ્યોએ ઉગ્ર સુત્રોચારો કરી બોર્ડમાં દેકારો મચાવી દિધો હતો. આ પછી પ્રમુખે બોર્ડમાં ઉપસ્થિત ભાજપના સભ્યોના હાથ ઉંચા કરાવી બહુમતિએ બજેટને બહાલી આપી હતી.
વિપક્ષી ભાજપ નેતા આર.સી.મકવાણાએ એવી પણ વાત કરી કે તમે પ્રોટોકોલને નેવે મુકીને કામ કરો છો તે ચલાવી લેવા જેવી બાબત નથી પ્રમુખે એવો જવાબ કર્યો કે તમને પ્રશ્નો કરવાની છુટ પણ સાથે સાથે સાંભળવાની પણ તૈયારી રાખો બોર્ડનો અધિકાર છે કે કોના હાથે ઉદ્દદ્યાટન કરાવવું, સામાન્ય સભાની મર્યાદા જાળવો, તમારા ધારાસભ્યોને પણ બોલાવ્યા છે અત્યાર સુધી તમારૂ ડીંડક ચાલ્યુ હવે નહી ચાલે, બજેટને ફાડો તે વ્યાજબી નથી આક્ષેપ મારા પર કરોને ડી.ડી.ઓને દબાવવાની કોશીશ ન કરો, ભાજપના સભ્યોને અન્યાય થાય તેવા કોઈ નિર્ણયો નથી લીધા આમ ભાજપના આર.સી.મકવાણા અને ભરતભાઈ હડીયાની લોક આક્રોસ ભરી રજુઆતોને ફગાવી દઈ પ્રમુખે બહુમતિના જોરે બજેટને મંજુર કરતા સભા ગૃહે નિરાતનો દમ લીધો હતો.
વિપક્ષ દ્વારા થયેલા દેખાવો શાંત પાડવા કોંગ્રેસના પ્રહલાદસિંહ ગોહિલે ભાજપના સભ્યોને બેસાડવા દરમ્યાનગીરી કરી હતી. સ્ટેન્ડીગ કમિટી ચેરમેન ગોવિંદભાઈ મોરડીયાએ પણ વિપક્ષી સભ્યો દ્વારા બજેટ કાગળો ફાડવામાં આવે છે તે દુઃખદ બાબત ગણાવી વિકાસના કામોને પ્રોત્સાહિત કરવા માંગ ઉઠાવેલ.