આઈટીસી ગ્રુપ દ્વારા દેવેશ્વરના અવસાન બાદ નવા લીડર તરીકે સંજીવ પુરીની નિમણૂંક કરવામાં આવી છે. આઈટીસીના મહાન લીડર વાયસી દેવેશ્વરના અવસાન બાદ ૫૬ વર્ષીય સંજીવ પુરીની નિમણૂંક કરવામાં આવી છે. આજે આ અંગેની જાહેરાત આઈટીસી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. આઈટીસી ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી કંપનીના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે રહેશે. શનિવારના દિવસે વાયસી દેવેશ્વરનું અવસાન થયું હતું. આઈઆઈટી કાનપુરમાંથી અભ્યાસ કરી ચુકેલા અને વોર્ટોન સ્કુલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરી ચુકેલા સંજીવ પુરી આઈટીસી સાથે તેમની કેરિયરને આગળ વધારી રહ્યા છે. તેઓ ઘણા સમયથી આ કંપનીમાં જોડાયેલા છે. વર્ષ ૧૯૮૬માં સંજીવ પુરી કંપનીમાં સામેલ થયા હતા અને દેવેશ્વર જેવા રેંક મારફતે આગળ વધ્યા છે. ૨૦૧૪માં પુરી એફએમસીજી બિઝનેસના પ્રમુખ તરીકે બની ગયા હતા. નવી પોઝિશન મળી ગયા બાદ તેમની સ્થિતિ વધારે મજબૂત બનવા જઈ રહી છે. સમગ્ર સેગ્મેન્ટમાં સિગારેટ, પેકેજ્ડ ફુડ, પર્સનલ કેર, એજ્યુકેશન અને સ્ટેશનરી પ્રોડક્ટ, સેફ્ટી મશીન, અગરબત્તી જેવા ક્ષેત્રોમાં આઈટીસી કારોબાર ધરાવે છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આજે બેઠક યોજવામાં આવી હતી જેમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સંજીવ પુરીની નિમણૂંક કરવામાં આવી હતી. કંપનીના ચેરમેનની નિમણૂંક આજે યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી. કંપનીના ચેરમેનની નિમણૂંક ૧૩મી મે ૨૦૧૯થી ગણાશે. આવી જ રીતે પુરીના નવા હોદ્દામાં હવે તેઓ ચેરમેન અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે રહેશે. આઈટીસી દ્વારા રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ૨૦૧૭માં આઈટીસી એક્ઝીક્યુટીવ ચેરમેનન ભૂમિકામાં વહેંચાઈ ગઈ હતી. ૭૨ વર્ષીય દેવેશ્વરે ૨૦૧૭માં એક્ઝીક્યુટીવ રોલમાંથી રાજીનામુ આપ્યું હતું પરંતુ નોન એક્ઝીક્યુટીવ કેપેસિટીમાં ચેરમેન તરીકે રહ્યા હતા. આઈટીસી દ્વારા રેગ્યુલેટરી ફાઇલિંગમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ આજે કરવામાં આવ્યો હતો. આઈટીસી ગ્રુપે સંજીવ પુરીના નામની જાહેરાત કરતા છેલ્લા કેટલાક દિવસથી આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો.